તાપી જિલ્લામાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ અને વાહનોને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું

0
આગામી તા.20મી ઓક્ટૉબરે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મોજે ગુણસદા, ખાતે માન. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં માન.મુખ્યમંત્રી, કેન્દ્રીય તથા રાજયકક્ષાના મંત્રીઓ, અન્ય પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બસો, ફોર વ્હીલ વાહનો, સોનગઢ ટાઉનમાંથી પસાર થઇ સભાસ્થળે આવનાર છે. જેથી કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાય રહે તે માટે તા.૨૦/૧૦/૨૦૨૨ના ૯-૦૦ કલાકેથી ૧૯-૦૦ સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ અને વાહનોને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા આવે છે.



બંધ કરેલ માર્ગો સામે સુચવેલ વૈકલ્પિક માર્ગ તરીકે ઘુલીયાથી સુરત જતા નેશનલ હાઇવે-૫૩ પરથી સોનગઢ-ઉકાઇ-ભરૂચ-અંકલેશ્વર તરફ જતા ભારે વાહનો માટે વ્યારા-બારડોલી તરફ ડાયવર્ટ કરવા કરવામાં આવ્યું છે. સુરત-વ્યારાથી સોનગઢ-ઉકાઇ તરફ જતા ભારે વાહનો માટે ઉચ્છલ-ઘુલીયા હાઇવે તરફ ડાયવર્ટ,મહારાષ્ટ્ર-ડાંગ-ઓટા તરફથી સોનગઢ ટાઉનમાં પ્રવેશતા ભારે વાહનો માટે ઓટા ચારરસ્તાથી ડાબી બાજુ સર્વિસ રોડ ઉપર ચઢીને.હા.૫૩ પર વ્યારા, બારડોલી તથા ઉચ્છલ-ઘુલીયા તરફ ડાયવર્ટ,સોનગઢ તાલુકાના વેલઝર ઉખલદા તરફથી દુમદા ચોકડી થઇ સોનગઢ ટાઉનમાં પ્રવેશતા ભારે વાહનો માટે દુમદા ચોકડીથી વાઘનેરા-ઘોડાગામથી સિંગલખાંચ તરફ ડાયવર્ટ,


સોનગઢ તાલુકાના વાઘનેરા-સીંગપુર તરફથી દુમદા ચોકડી થઇ સોનગઢ ટાઉનમાં પ્રવેશતા ભારે વાહનો માટે દુમદા ચોકડીથી દુમદા-કેલાઇ થઇ વેલઝર તરફ ડાયવર્ટ કરવા આવ્યું છે. આ જાહેરનામુ તા.૨૦/૧૦/૨૦૨૨ના રોજ સવારે.૯-૦૦ કલાકથી સાંજના ૧૯-૦૦ કલાક સુધી અમલમાં રહેશે.


જે વ્યકિત સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, જેઓ ફરજ ઉપર હોય તેમને, આવશ્યક સેવાના વાહનો તથા ઇમરજન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનો તેમજ ઉકત કાર્યક્રમમાં ભાગ લેવા જનાર વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top