છેલ્લા ઘણા સમયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસે આવતા જતા રહે છે. આ દરમિયાન સ્વાભાવિક રીતે જ તેમણે ગુજરાતની જનતાને પોતાની તરફ આકર્ષવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો. આવી જ એક સભા દરમિયાન માન રાજકારણ પહેલાના પોતાના મૂળ સ્વરૂપ, હાસ્ય કલાકર, માં જોવા મળ્યા હતા અને તેમણે એવો દાવો કરી દીધો કે જે બાદ સોશિયલ મીડિયામાં કેજરીવાલના બેવડા ધોરણોની ભરપૂર હાંસી ઉડી હતી.
જનતાને સંબોધતા ભગવંત માને કહ્યું, “અમે તમને કોઈ પૈસા આપીને બોલાવ્યા નથી, અમારી પાસે એવા પૈસા નથી.” જે બાદ તેમણે આગળ કહ્યું, “તેમણે કેજરીવાલને એક વખત ફોન કર્યો હતો અને બેલેન્સ ન હોવાથી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. જે બાદ તેને બીજો ફોન આવ્યો અને કહ્યું કે સોરી સર, મારું બેલેન્સ ખતમ થઈ ગયું છે. જેના પર કેજરીવાલે કહ્યું કે તેઓ ફોન બેલેન્સ પણ નથી કરી શકતા કારણ કે તેમના ફોનમાં બેલેન્સ નથી. માત્ર કોલ આવે છે.”
આ રીતે તેમણે પોતાને અને કેજરીવાલને એવી રીતે દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે જાણે તેઓ એકદમ સામાન્ય રીતે જીવન જીવતા હોય અને સામાન્ય નાગરિકો જેવી તકલીફો પણ તેમને પડતી હોય. સાથે પોતાને ગરીબ બતાવી સહાનુભૂતિ લેવા પણ પ્રયત્ન કર્યો હતો.
પરંતુ જો જોવામાં આવે તો કેજરીવાલના બેવડા ધોરણોની સત્યતા અને આ વાતનો છેદ ત્યારે ઉડી જાય જયારે તેઓ અને કેજરીવાલ છેલ્લા અમુક મહિનાઓમાં અઢળક વાર પ્રાઇવેટ જેટ લઈને ગુજરાત આવ્યા હોય. જો મોબાઈલમાં બેલેન્સ કરવાના પૈસા ના હોય તો પ્રાઇવેટ જેટમાં પ્રવાસ કરવાના ક્યાંથી આવી શકે એ વિચારવાની વાત છે.
આમ તેમનો આ પ્રયત્ન ઊંધો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. નેટિઝન્સે સોશિયલ મીડિયા પર આ બાબતે કેજરીવાલના બેવડા ધોરણોની ભરપૂર ટીકા કરી અને તેના યોગ્ય કારણો પણ છે.
કેજરીવાલનો ઊંધો કક્કો: દાવા- ‘ફોનમાં બેલેન્સ નથી’ અને ‘ચૂંટણી માટે પૈસા નથી’; હકીકત- પ્રાઇવેટ જેટ અને હેલિકોપ્ટર સિવાય ફરવું નથી
ઑક્ટોબર 10, 2022
0
અન્ય ઍપમાં શેર કરો



.png)