વિધાનસભાની ચૂંટણી માટે આપની વધુ એક યાદી જાહેર, જુઓ કોના કોના નામની કરી જાહેરાત

News 16
0
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા આજે વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આ યાદી જાહેર કરી હતી. આજે વધુ 12 ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.



ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, અગાઉ જાહેર કરેલા તેમના ઉમેદવારોને તેમના મત વિસ્તારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હિંમતનગરથી નિર્મળસિંહના નામની જાહેરાત. ગાંધીનગર દક્ષિણથી દોલત પટેલને ટિકિટ આપવામાં આવી છે. સાણંદમાં કુલદીપસિંહ વાઘેલાને આપે આપી ટિકિટ. વટવામાં બિપિન પટેલને ટિકિટ આપી. અમરાઇવાડીમાંથી ભરતભાઈ પટેલને ટિકિટ આપી છે. કેશોદમાં રામજીભાઈ ચુડાસમાને ટિકિટ આપવામાં આવી. ઠાસરામાં નટવરસિંહ રાઠોડને ટિકિટ આપી છે. શહેરમાં તખ્તસિંહ સોલંકીને ટિકિટ આપી છે. કાલોલ બેઠક દિનેશભાઈ બારૈયાને ટિકિટ આપી છે.

કોને કોને મળી ટિકિટ?

  1. હિંમતનગરથી નિર્મલસિંહ પરમાર
  2. ગાંધીનગર સાઉથ- દોલત પટેલ
  3. સાણંદ- કુલદીપ વાઘેલા
  4. વટવા- બિપીન પટેલ
  5. અમરાઈવાડી- ભરતભાઈ પટેલ
  6. કેશોદ- રામજીભાઈ ચુડાસમા
  7. ઠાસરા- નટવરસિંહ રાઠોડ
  8. શેહરા- તખ્તસિંગ સોલંકી
  9. કાલોલ (પંચમહાલ) દિનેશ બારીયા
  10. ગરબાડા - શૈલેશ કનુભાઈ ભાભોર
  11. લીબાયત- પંકજ તાયડે
  12. ગણદેવી- પંકજ પટેલ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top