વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી જશે મોરબી,ઘટનાની અને હોસ્પીટલની કરી શકે છે મુલાકાત

News 16
0

કેવડિયા એકતા નગર ના કાર્યક્રમમાં વડાપ્રઘાને સંબોધનમાં કહ્યુ કે હુ ભલે આજે અંહી છું પણ મારુ મન મોરબીના પીડીતો સાથે છે. કદાચ જીવનમાં બહુ ઓછી પીડા અનુભવ કરી હશે કે એક બાજુ દર્દથી પીડીત મન છે અને બીજી બાજુ કર્મ અને કર્તવ્યનું પથ છે. આ કરતવ્ય પથની જવાબદારી સાથે આજે હું અંહી છું. કરણાથી ભરેલુ મન પીડિત પરિવારના સાથે છે. ઘટનામાં જે લોકોએ તેમનુ જીવન ગુમાવ્યું છે તે પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યકત કરુ છું. દુખના આ સમયે સરકાર દરેક સ્થિતિમાં પીડિત પરિવાર સાથે છે. ગુજરાત સરકાર પુરી શક્તિથી ગઇકાલ સાંજથી રાહત અને બચાવ માટે કામ કરી રહી છે તો કેન્દ્ર સરકાર પણ રાજય સરકારને પુરી મદદ કરી રહી છે. બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ સેવા અને વાયુ સેના બચાવ કાર્ય કરી રહી છે. જે લોકોનો હોસ્પિટલમાં સરાવાર ચાલી રહી છે ત્યા પણ કાર્ય ચાલી રહ્યુ છે. ઘટનાની જાણકારી મળ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી રાત્રે મોરબી પહોંચ્યા હતા અને રાહત અને બચાવની કામગીરીમાં લાગ્યા છે. આ ઘટનાને લઇ એક કમિટિ બનાવી છે. હું દેશના લોકોને વિશ્વાસ અપાવવા માગુ છું કે રાહત અને બચાવના કાર્યમાં કોઇ કમી નહી આવે. આજે રાષ્ટ્રીય એકતા દિવસનો આ અવસર આપણને મુશ્કેલ સમયમાં એક જુટ્ટ થઇ તેનો સામનો કરી કર્તવ્ય પથ પર રહેવાની પ્રેરણા આપે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top