વિકાસ કામોમાં અન્યાય મુદ્દે વિપક્ષની વાલોડ તા. પંચાયતમાં તાળાબંધી કરી આક્રોશ ઠાલવ્યો

0
વાલોડ કોંગ્રેસના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યોના છેલ્લા બે વર્ષથી વિકાસના કામો લેવામાં આવતા નહી હોય, તથા વારંવાર કરેલ 13 જેટલી અરજીઓનો નિકાલ નહી થતા વાલોડ કોંગ્રેસ ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. પરંતુ કાર્યક્રમ માટે બે દિવસ અગાઉથી વહીવટીતંત્ર પાસે વહીવટી મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ વહીવટતંત્રની નિષ્કાળજીના કારણે છેલ્લી મિનિટો સુધી કાર્યક્રમ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી.


જે વહીવટી તંત્રમાં ખામી હોવાની ચાડી ખાય છે. વાલોડ તાલુકા પંચાયતમાં સવારે 11:30 કલાકે કોંગ્રેસના 80 જેટલા કાર્યકરો વિવિધ નારાઓ લગાવી ગ્રામ પંચાયત કચેરીથી તાલુકા પંચાયત કચેરી સુધી માજી કેન્દ્રીય મંત્રી તુષારભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં રેલી સ્વરૂપે નીકળી સુત્રોચરો કર્યો હતો. તાલુકો પંચાયતમાં આવીને ભાજપ શાસકો અને અધિકારીઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના વિપક્ષના સભ્યોનો કામો લેવા ન્યાય આપવાની માંગ કરી હતી. તથા વિપક્ષના સભ્યોએ કરેલ 13 અરજીઓનો નિકાલ કરવા અને તેના જવાબો આપવાની રજૂઆતો કરી હતી.

વાલોડ તાલુકો પંચાયતમાં છેલ્લા 2 વર્ષથી વિપક્ષનાં કામો લેવા યાદીઓ મંગાવવામાં આવે છે, અને છેલ્લા સમયે વિપક્ષ દ્વારા સૂચવેલા કામો લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી કોઈ કામ લેવામાં આવતું ન હોવાના વિપક્ષે આક્ષેપો મૂકી સરમુખત્યાર વલણ અપનાવતા હોવાથી શાસકો સામે આખર વિપક્ષે બાયો ચડાવી હતી. વિપક્ષની કોઈપણ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવતો નહી હોય, તમામ કામગીરી પદાધિકારી સિવાયના અન્યના રિમોટ કંટ્રોલથી ચાલતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતો. આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો આક્રમક બની તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરતા રાજકારણ ગરમાયું હતું.

આખર પોલીસે તાત્કાલિક ગંભીરતા સમજીને સૌ પ્રથમ કચેરીના તાળાં ખોલાવ્યાં હતા. તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી, પોલીસ વચ્ચે દરમિયાનગીરીથી તાલુકા વિકાસ અધિકારીએ છેલ્લા બે વર્ષમાં ન લેવાયેલા વિકાસના કામો અને 13 જેટલી અરજીઓનો નિકાલ બાબતે 7 દિવસમાં નિકાલ લાવવા આશ્વાસન આપતા ધરણાંનો કાર્યક્રમ કોંગ્રેસે આખર મોકુફ રાખ્યો હતો. એક સમયે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top