ગુજરાતમાં ફરી એકવાર પેપર લીક!:BBA અને B.Com સેમ-5નાં પેપર લીક, આજે એક્ઝામ હતી તે બંને પરીક્ષાના પેપરની લીક

0
  • BBA અને B.Com સેમ-5નાં પેપર લીક
  • પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિ.ના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ફરી એકવાર

                 


સ્પર્ધાત્મક અને કોલેજ સહિતની પરીક્ષાનાં પેપર ફૂટવાનો સિલસિલો છેલ્લા કેટલાક સમયથી થંભી ગયો હતો પરંતુ દિવ્ય ભાસ્કર પાસે સેમેસ્ટર-5ની બીબીએ અને બી.કોમ.ની તા. 13 ઓક્ટોબરે લેવાનારી પરીક્ષાના બે પેપર પહોંચ્યા છે. આ બન્ને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે ગુરુવારે લેવાનારી પરીક્ષા રદ કરવી પડશે અને આ પેપર કેવી રીતે ફૂટ્યું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો બહાર લાવવા સરકારી તંત્ર તપાસ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.





સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષથી જ બે નહિ પરંતુ એક દિવસમાં 3 તબક્કે પરીક્ષા લેવાનું શરૂ કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે ત્યારે તા. 13-10-2022ના રોજ બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર લેવાના છે જો કે આ બંને પેપર એક દિવસ અગાઉ એટલે કે 12 ઓક્ટોબરે જ લીક થઈ ગયા હતા. પરીક્ષાના ટાઈમ ટેબલની ખરાઈ કરતા ઉપરોક્ત બંને વિષયની જ પરીક્ષા લેવાવાની હતી ત્યારે આ બંને પેપર ફૂટ્યા કેવી રીતે અને તેની પાછળનો આશય શું છે તે તપાસનો વિષય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે. 13 ઓક્ટોબરે બી.બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાવાની છે ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. સાબિતી | ઓગસ્ટમાં બીએચએમએસનો વિદ્યાર્થી ઘરેથી ઉત્તરવહી લખીને આવ્યો હતો.

યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-2022ની લેવાયેલી બીએચએમએસ થર્ડ યરની પરીક્ષામાં પણ એક વિદ્યાર્થી ઘરેથી ઉત્તરવહીમાં પ્રશ્નના જવાબ લખીને પરીક્ષા આપવા આવ્યો હતો પરંતુ પરીક્ષામાં નવી પુરવણી અપાઈ હતી અને ચાલુ પરીક્ષાએ સુપરવાઈઝરે આ વિદ્યાર્થીની પૂરવણી ચકાસતા તે જૂની હોવાનુ ખુલતા ભાંડો ફૂટ્યો હતો પ્રશ્નના જવાબ અગાઉથી જ લખેલા હતા તેથી તે સાબિત થયુ હતુ કે વિદ્યાર્થી પાસે પેપર અને પૂરવણી અગાઉ પહોંચી ગયા હતા. યુનિવર્સિટીએ વિદ્યાર્થીને 7 સેમેસ્ટરની સજા ફટકારી હતી પણ તેની પાસે પૂરવણી ક્યાંથી આવી અને પ્રશ્નપત્ર ક્યાંથી મેળવ્યુ તે બધુ બહાર લાવવા કોઇ જ ઉંડી તપાસ આદરી ન હતી. આ પેપર આવી જતા તે ઘટના પણ તાજી થાય છે અને સાબિતી મળે છે કે પેપર ફોડવાનો ગોરખધંધો ઘણા સમયથી ચાલી રહ્યો છે. કોલેજનું પરિણામ 100 ટકા આવે તેવી તરફેણ પણ કરતા હોય છે.

અમુક ખાનગી કોલેજના સંચાલકો રાત્રે જ વિદ્યાર્થી પાસે પેપર લખાવી લેતા હોવાની ચર્ચા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી વર્ષથી દરેક પરીક્ષા કેન્દ્ર પર ઈ-મેલથી પેપર મોકલવાની વ્યવસ્થા કરવાની છે. જો કે આ વર્ષે જૂની સિસ્ટમનો લાભ લઈને કેટલીક ખાનગી કોલેજના સંચાલકો પોતાની પાસે યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી અમુક વિદ્યાર્થીઓને કોલેજે અથવા તો અન્ય સ્થળે લઈ જઈને ઉત્તરવહીમાં લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે. યુનિવર્સિટીએ અગાઉ નિર્ણય કર્યો હતો કે દરેક પરીક્ષાકેન્દ્રનું જીવંત પ્રસારણ કરવામાં આવશે પરંતુ આ નિર્ણય થોડા દિવસો બાદ રદ કરી દેવામાં આવ્યો અને કારણ પણ કોઇને ગળે ન ઉતરે તેવું જણાવવામાંં આવ્યું હતું.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top