માતાની લાશ પાસે દીકરી મમ્મી-મમ્મી પોકારતી રહી, દવાખાનામાં 6 કલાકે પહોંચી પોલીસ

News 16
0

માતાની મમતાનો છાંયડો માથેથી કાયમ માટે હટી ગયો, અને આ વાતથી અજાણ બે માસુમ. સોશિયલ મીડિયા પર હચમચાવી નાખે તેવો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઘટના છે રાજસ્થાનના બૂંદીની. એક હોસ્પિટલના બેડ પર બેસેલી બાળકીની ઉંમર માંડ 2 વર્ષની છે, જ્યારે તેની બાજુમાં 3 મહિનાનું એક બાળક છે. થોડો સમય થાય એટલે બાળકી તેની માતાને પોકારે છે, પણ આ દીકરી એ વાતથી સંપૂર્ણ અજાણ છે કે તેની માતા આ દુનિયામાં નથી રહી.



મહિલાની તબિયત બગડી તો પરિવાર ભાગી ગયો

રાજસ્થાનના ટોંકના નગરફોર્ટ વિસ્તારમાં રહેતી શબાનાની શુક્રવારે રાત્રે તબિયત ખરાબ થઈ. બે બાળકો અને પરિવાર સાથે તેને શનિવારે સારવાર માટે કોટા લઈ જવામાં આવી રહી હતી. પરંતુ બસમાં શબાનાની તબિયત વધુ ખરાબ થઈ, એટલે પરિવારના લોકો બસને અધવચ્ચે જ રોકાવીને ઉતરી ગયા. જો કે કેટલાક લોકોની મદદથી શબાના નૈનવાની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ થઈ ગયું.

દર્દીઓ વચ્ચે માતાના શબ સાથે માસુમ

શબાનાની સાથે બે બાળકો સિવાય કોઈ હતું નહીં, એટલે હોસ્પિટલ તરફથી નૈનવાની પોલીસને જાણ કરવામાં આવી. નૈનવા પોલીસે શબાનાના વતનની એટલે કે નગરફોર્ટ પોલીસ પર કેસ ઢોળીને હાથ અધ્ધર કરી દિધા. જેના કારણે કલાકો સુધી દર્દીઓ વચ્ચે જ શબાનાનો મૃતદેહ પડ્યો રહ્યો. લાચાર બાળકો પણ કલાકો સુધી માતાના મૃતદેહ પાસે બેસી રહ્યા. ક્યારેક માતાને પોકારતા, ક્યારેક શબ પર ઢાકેલી ચાદર હટાવવાનો પ્રયાસ કરતા. આ દ્રશ્યો જોઈને અન્ય દર્દીઓના પરિવારજનોએ મૃતદેહ લઈ જવા અને પોસ્ટમોર્ટમ માટે અનેકવાર રજૂઆત કરી, પરંતુ હોસ્પિટલની નિષ્ઠુરતા અને રાજસ્થાન પોલીસના અમાનવિય વલણના કારણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં સાંજ પડી ગઈ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top