વ્યારામાં 1.08 કરોડના ખર્ચે જિમ, સ્વિમિંગ પુલ અને બેડમિન્ટન કોર્ટની કાયાપલટ શરૂ

News 16
0

 વ્યારા પાલિકાએ 1.08 કરોડના ખર્ચે જિમ,સ્વિમિંગ પૂલ અને બેડમિન્ટન કોર્ટના રિનોવેસન કામનું ખાતમુર્હૂત કરવામાં આવતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી મહત્વના ગણાતા પાલિકાના સ્થળ પર કામગીરીના પગલે આનંદ ફેલાયો છે.વ્યારા નગરના મોટા ભાગના યુવાનો માટે આશીર્વાદરૂપ બનેલા સ્વિમિંગ પૂલ જિમ અને બેડમિન્ટન કોટને રિનોવેસનની કામગીરીની જરૂરિયાત ઊભી થઈ હતી. જર્જરિત બનેલા સ્વિમિંગ પુલ તેમજ વર્ષો જૂના જીમના સાધનો અને બેડમિન્ટન કોટના ભાગને નવા બનાવવાની અને રીપેરીંગની માગ વ્યારાના રમત પ્રેમીઓ અને કસરત પ્રેમીઓમાં ઉઠી હતી.

જે ગંભીર બાબતને ધ્યાનમાં રાખી નગરજનોની સુવિધામાં વધારો કરવાનું નક્કી કર્યું હતું. વ્યારા નગરપાલિકાના જિમ, સ્વિમિંગ પુલ અને નવા બેડમિન્ટન કોર્ટની અદ્યતન સુવિધામાં વધારો સાથે કરવાનું આયોજન કરીને 1.8 કરોડના ખર્ચે રીનોવેશન સાથેની કામગીરી મિટિંગમાં નક્કી કરાયું હતું. ઓનલાઈન ટેન્ડરની કામગીરી અને જરૂરી પ્રોસિજર પૂરી કરતાં આખર કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, કારોબારી અધ્યક્ષ કુલીનભાઈ પ્રધાન સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અંદાજિત 40 લાખના ખર્ચે સ્વિમિંગ પુલનું રિનાવેશન થશે
વ્યારા નગરપાલિકા દ્વારા સ્વામીગ પુલ ની સુવિધા નગરજનોને આપી છે પરંતુ હાલ સ્વિમિંગ પુલમાં વિસ્તારમાં ફ્લોરિંગ અને સ્વિમિંગ પુલની અંદર ટાઇલ્સ તેમજ કઠેરા બદલવાની અને ચેન્જીંગ રૂમ ટાઈલ્સો બદલવાની જરૂરીયાત હોય નગરપાલિકા દ્વારા તમામ વસ્તુઓ બદલીને સ્વિમિંગ પુલમાં વધુ સુવિધાઓ આપવામાં આવશે.

35 લાખના ખર્ચે જિમમાં નવા સાધનો મુકવા સહિતના કામો થશે
વ્યારા નગરપાલિકા દ્વારા યુવા વર્ગને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વ્યારા નગરની મધ્યમાં આવેલા જીમમાં હાલના સાધનો જૂના થઈ ગયા હતા. જેને લઈને નગરપાલિકા દ્વારા અંદાજે 35 લાખના ખર્ચે 07 જેટલા નવા સાધનો તેમજ રબલ ટાઇલ ફ્લોરિંગ તેમજ સાઉન્ડ સિસ્ટમ અને નવું વાયરિંગ અને એસીની સુવિધા ઉભી કરવામાં અને 13 જેટલા નવા સાધનો આવશે. જેને લઇને જિમ આધુનિક બની જશે.

31 લાખના ખર્ચે બેડમિન્ટન કોર્ટ બનાવવાનું આયોજન
નગરપાલિકા દ્વારા રમતપ્રેમીઓ માટે વ્યારા નગરમાં પ્રથમ વાર બેડમિન્ટન કોર્ટ ની સુવિધા ઉભી કરવામાં આવી છે. હાલ સ્કેટિંગના કોટમાં 13.40 x 6.10નું માપ ધરાવતું બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવશે, જેની ઉપર શેડ બનાવવામાં આવશે અને બેડમિન્ટન રમવાના સાધનો મુકવા આવશે.

તમામ કામગીરીઓ સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવાશે
વ્યારા નગરપાલિકા દ્વારા 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી અંદાજે 1.8 કરોડના ખર્ચે ત્રણ કામોના આયોજન કરવામાં આવ્યા છે. જેનું ખાતમુહૂર્ત કરી દેવાયું છે. સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી નગરજનોની સુવિધામાં વધારો થઈ જશે. - રીતેશભાઈ ઉપાધ્યાય , બાંધકામ સમિતી, અધ્યક્ષ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top