પાટણ જિલ્લામાં ભાજપની ગૌરવ યાત્રાનો વિરોધ, અર્બુદા સેનાના 50 કાર્યકરોની અટકાયત

0
ગુજરાતની બીજેપી સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા ગૌરવયાત્રાનું આયોજન કર્યું છે. જો કે, આ ગૌરવયાત્રાને કેટલીક જગ્યાએ વિરોધનો સામનો પણ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પાટણ જિલ્લામાં ગૌરવયાત્રામાં અર્બુદા સેનાનો વિરોધ યથાવત છે. પાટણમાં અર્બુદા સેનાનો છેલ્લા 24 કલાકમાં ત્રીજી વખત વિરોધ સામે આવ્યો છે. પાટણથી ચાણસ્મા નીકળેલ ગૌરવયાત્રામાં ઘીણોજ બાદ રાધનપુરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.



ભાજપની ગૌરવયાત્રાનો રાધનપુરમાં અર્બુદા સેનાએ વિરોધ કર્યો હતો. જે બાદ પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે અર્બુદા સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. હાલ આ તમામ કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top