ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી, CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો

0
        
                      

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. રાજ્ય સરકારે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના બે સિલિન્ડર મફતમાં આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત CNG વાહન ધારકોને પણ સરકારે ખુશ કર્યાં છે. સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. હવે CNGમાં વેટમાં ઘટાડો થવાથી ગ્રાહકોને 6થી 8 રૂપિયા જેટલો ફાયદો થશે. જ્યારે PNGમાં ગ્રાહકોને પાંચથી છ રૂપિયા જેટલો ફાયદો થશે. CNG અને PNGમાં રાહત આપવાથી સરકારને 300 કરોડનો બોજો પડશે. તે ઉપરાંત LPGમાં પણ રાહતથી સરકારને હવે કુલ 1650 કરોડનો બોજો પડશે. સરકારની જાહેરાતથી 38 લાખ LPG ધારકોને ફાયદો થશે.


38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, નાગરિકો અને ગૃહિણીઓને એક હજાર કરોડ રૂપિયા જેવી રાહત મળવાની છે. સાથે જ વર્ષમાં બે સિલિન્ડ ફ્રી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. 38 લાખ જેટલી ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ 650 કરોડ રૂપિયાની રાહત એટલે કે 1700 કરોડ રૂપિયા સુધીની રાહત સુધી જ જનતાના ઘરમાં કે ખિસ્સા સુધી પહોંચી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.વેટમાં રાજ્ય સરકારે 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી ગૃહિણી અને વાહનચાલકોને સીધો લાભ મળશે.

ખેડૂતો માટે સરકાર પેકેજ જાહેર કરી શકે છે
રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. 600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે. જુલાઈ બાદ રાજયમાં ભારે વરસાદથી થયેલા નુકસાન થયુ હતુ તે મામલે રાહત પેકેજ જાહેર કરી શકે છે. 11 જિલ્લામાં નુકસાનીના સર્વે બાદ આવેલા આંકડા પ્રમાણે રાહત પેકેજ જાહેર કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને સાઉથ ગુજરાત ઝોનમાં સૌથી વધારે નુકસાન થયુ છે. તેના માટેની સર્વેની કામગીરી ચાલી રહી હતી. જે પૂર્ણ થઇ ગઇ છે. હવે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે છે.

PM મોદીએ દેશના 8 કરોડ ખેડૂતોને આપી દિવાળીની ભેટ
આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જાહેર કર્યો છે. દેશભરના 8 કરોડ ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા જમા થયા છે. આ વખતે કેન્દ્ર સરકારે 12મા હપ્તા માટે 16 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. વાસ્તવમાં, પીએમ મોદીએ દિલ્હીના પુસા કેમ્પસમાં આયોજિત પીએમ કિસાન સન્માન 2022 મેળાના ઉદ્ઘાટન દરમિયાન 12મો હપ્તો રજૂ કર્યો હતો. વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળના 600 કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. તેમણે યુવાનો અને કૃષિ વૈજ્ઞાનિકોને કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે મંત્ર પણ આપ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top