દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના મુખ્ય સચિવ નરેશ કુમાર મારફતે દિલ્હી પરિવહન નિગમની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ CBIને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર નિવેદન અનુસાર, એલજી સચિવાલય કાર્યાલયને આ મામલે ફરિયાદ મળી હતી.
આ અગાઉ પણ દિલ્હી સરકાર અને એલજી સામસામે આવી ચૂક્યા છે. વીકે સક્સેનાએ પહેલા તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપોરની મુલાકાતના પ્રસ્તાવને મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને દલીલ કરી હતી કે આ કાર્યક્રમ સીએમ લેવલનો નથી, મેયર લેબલનો છે, તેથી સીએમ સામેલ થઇ શકે નહીં.
હવે દિલ્હીની કેજરીવાલ સરકારની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને વીકે સક્સેનાએ આ ફરિયાદ CBIને મોકલી છે. હવે આ મામલે વિવાદ વધ્યો છે. દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે દિલ્હીને વધુ શિક્ષિત એલજીની જરૂર છે, હાલના એલજીને ખબર નથી કે તેઓ ક્યાં સહી કરી રહ્યા છે.


.png)