હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા ખડકા ચીખલીની વિધવા બહેનને ત્રણ મહિનાથી વધુ ચાલે એટલું કરિયાણું અનાજ આપીને મદદ કરવામાં આવી

0

સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામના પટેલ ફળિયામાં રહેતા ખાનગી વાહનના ડ્રાઇવર તરીકે પરિવારનું ગુજરાન ચલાવતા રાજેન્દ્રભાઈ ગામીત નું 19 જુલાઈના રોજ ટૂંકી માંદગી બાદ મૃત્યુ થયું હતું. પરિવારમાં એકમાત્ર ડ્રાઇવર તરીકે નોકરી કરી આવક મેળવતા રાજેન્દ્ર ભાઈ નું મૃત્યુ થતાં એમના પરિવારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ છે. એમનો છોકરો ૯ માં ધોરણ માં ભણે છે અને છોકરી ચોથા ધોરણમાં ભણે છે. ત્યારે હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પરિવાર ની મદદ માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને અપીલ કરી હતી. જે બાદ લોકમદદ આવતા આજ રોજ હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટ ના ફાઉન્ડર અને પ્રમુખ અંકિત ગામીત અને ટીમ દ્વારા જયતાબેન ગામીતને ત્રણ મહિનાથી વધુ ચાલે એટલું કરિયાણું તેમજ અનાજ વગેરે ની મદદ કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top