ઇટાલીયાએ ગૃહમંત્રીને કહ્યા 'ડ્રગ્સ સંઘવી':AAPના પ્રદેશ અધ્યક્ષ સામે સુરતમાં બદનક્ષીની ફરિયાદ, ભાજપ પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' કહ્યા હતા

0
આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે. સુરતમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગોપાલ ઈટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખને પણ 'બૂટલેગર' તરીકે સંબોધન કર્યું હતું.



ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ
આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પોતાની જનસભામાં સંબોધતા કે સોશિયલ મીડિયા ઉપર જ્યારે લોકો સાથે સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેમણે નેતાઓ ઉપર પ્રહારો કરતા એવા શબ્દો બોલી નાખ્યા હોય છે કે જેને લઈને રાજકારણમાં ગરમાવો આવી જતો હોય છે. ગોપાલ ઇટાલીયા દ્વારા ભૂતકાળમાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અંગે પણ કરેલા સંબોધનના કારણે રાજકીય રીતે ખૂબ જ માહોલ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ ફરી એક વખત હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તરીકે સંબોધતા ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બદનક્ષીની ફરિયાદ થતાં માહોલ ગરમાયો
જે રીતે ગુજરાતની અંદર સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેના કારણે રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવાની તક છોડતા નથી. આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શિક્ષણના મુદ્દે કાયદા વ્યવસ્થાના મુદ્દે દારૂના વેચાણ મુદ્દે અને ડ્રગ્સના વેચાણને લઈને સતત પ્રહારો કરતી રહે છે. ગોપાલ ઇટાલીયાએ તાજેતરમાં સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું કે રાજ્યના ગૃહમંત્રી 'ડ્રગ્સ સંઘવી'નો ઉપયોગ કરતા હવે તેમની સામે કાયદાકીય લડત શરૂ થઈ છે. પ્રતાપ જીરાવાલા નામના વ્યક્તિએ ગોપાલ ઇટાલીયા વિરોધ ઉમરા પોલીસ સ્ટેશનમાં બદનક્ષીની ફરિયાદ કરી છે.

ગૃહ રાજ્યમંત્રી સામે બોલાયેલા શબ્દને લઈને ફરિયાદ: જોઈન્ટ પોલીસ કમિશનર
સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું કે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ગોપાલ ઇટાલીયા દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને હર્ષ સંઘવીને બદલે 'ડ્રગ્સ સંઘવી' બોલતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીએ હર્ષ સંઘવી માટે બોલાયેલા શબ્દને લઈને ફરિયાદ દાખલ કરાવી છે. ઉમરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top