અમરેલીમાં અમર ડેરીના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટું ખંભાતી તાળું મારીને જતાં રહ્યા હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી ચાલુ કરાવી હતી. આજે સૌરાષ્ટ્રના જૂના જિલ્લાઓમાં બધી ડેરી ધમધોકાર ચાલી રહી છે.
સાત સહકારી મંડળીઓની સંયુક્ત વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે અમરેલીની અમર ડેરીના પટાંગણમાં યોજાયેલી વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓની સંયુ્કત વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. શાહે કહ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે કૉંગ્રેસની સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર ખંભાતી તાળું મારીને જતા રહ્યા હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે ડેરીઓને મૂડીભંડોળ આપી ફરી શરૂ કરાવી હતી.
3 લાખ સહકારી મંડળીઓને બેંક સાથે જોડી બહુહેતુક બનાવવાની સરકારની નેમ
ગૃહ-સહકારમંત્રી શાહે સહકારી મંડળીઓના પ્રોત્સાહન અંગે સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ કે, આવનારા પાંચ વર્ષમાં 3 લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેમને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. આ માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના માટે રુ.1500 કરોડ અને તેના કમ્પ્યુટરાઇઝેશન માટે રુ.1000 કરોડ સહિત કુલ રુ.2,500 કરોડ સરકારે ફાળવ્યા છે. તથા સહકાર યુનિવર્સિટીનું નિર્માણ કરી સહકારી ક્ષેત્રની તાલીમ આપવામાં આવશે. તેનો ડેટાબેઇઝ તૈયાર કરવામાં આવશે. જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઈન જાણી શકાશે અને તેના વિકાસ માટે કામગીરી થઈ શકશે.
ધુમાં કહ્યુ કે ગોબર ગેસ, ગોડાઉન વીજ કલેક્શન માર્કેટિંગ, ગેસ વિતરણ એજન્સી જલ સે નલ વગેરે ક્ષેત્રનો સહકારી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સઘનપણે થઈ શકશે. આ સંમેલનમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, જિલ્લાનું ગૌરવ કહી શકાય એવી ગીર ગાય અને જાફરાબાદી ભેંસની ઓલાદના સંવર્ધન, તેના જતન અને તેની સશક્ત ઓલાદો જન્મે તેવા સંયુકત હેતુઓને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્દ્ર શરુ થવાનું છે, જેના કારણે જિલ્લાના પશુપાલકોને ખૂબ ફાયદો થશે. વધુમાં મંત્રીએ કહ્યુ કે, દેશમાં સહકારથી સમૃદ્ધિનું સૌથી મોટું ઉદાહરણ અમૂલ છે. પ્રતિદિન 150 કરોડ રૂપિયાનું વેચાણ અમૂલના માધ્યમથી થાય છે, જેનો સીધો લાભ ઉપભોક્તાઓને થાય છે. ભારત સરકાર દ્વારા જેવી રીતે ખેડૂતોને કેસીસી આપવામાં આવી રહી છે એવી જ રીતે હવે પશુપાલકો અને માછીમારોને પણ આપવામાં આવે છે, આ ડબલ એન્જિનની સરકારમાં સહકાર અને સરકારથી સૌની સમૃદ્ધિ થઈ રહી છે.


.png)