ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવ્યો હતો.બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. તથા ચૂંટણી જીતવા માટે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્રણ જિલ્લા વચ્ચે એક કમિટી બનાવવામાં આવી છે.આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ,પૂર્વ પ્રમુખ,વિપક્ષ નેતા,પૂર્વ વિપક્ષ નેતા તથા એક સિનિયર નેતા રહેશે.કમિટી દ્વારા ચૂંટણી લડવા માટે બાયોડેટા આપેલ તથા ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવશે.એક પ્રકારે ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે જે બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.
પસંદ કરેલ નામ હાઈકમાન્ડને મોકલવામાં આવશે
ઇન્ટરવ્યૂ થયા બાદ ક્યાં ઉમેદવારનો જે તે વિધાનસભા વિસ્તારમાં કેટલો પ્રભાવ છે તથા ક્યાં ઉમેદવાર ચૂંટણી લડી શકે તેમ છે તથા પક્ષને જીત અપાવી શકે છે તે તમામ મુદ્દાક ધ્યાનમાં રાખીને કમિટી દ્વારા કેટલાક નામની પસંદગી કરવામાં આવશે.આ પસંદ કરેલ નામ હાઈ કમાન્ડને મોકલવામાં આવશે અને તેમાંથી હાઈકમાન્ડની મ્હોર લાગતા 2022ની વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવશે..
વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો
અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાની વિધાનસભા બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના નેતાઓએ દાવેદારી નોંધાવી છે. NSUIના નેતાઓએ પોતાને તે જ બેઠક માટે લાયક ગણાવ્યાં છે જ્યાં હાલ કોંગ્રેસના ધારાસભ્યોની ટર્મ ચાલુ છે. NSUIના નેતાઓએ જે બેઠકો પર દાવેદારી નોંધાવી છે ત્યાં 5 બેઠકો અમદાવાદની અને 5 બેઠકો અલગ અલગ જિલ્લાની છે. હવે આ બાબતે અંતિમ નિર્ણય પક્ષ દ્વારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની 182 બેઠકો પર કોંગ્રેસના 600થી વધુ દાવેદારો ચૂંટણી લડવા તૈયાર થયાં છે.
યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી
ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. 3 સિટિંગ ધારાસભ્યો સામે યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ ટિકિટ માંગી છે. ધંધુકા, છોટાઉદેપુર અને પાલનપુર ઉપર ખેંચતાણ થવાની પૂરી શક્યતા છે. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ ટિકિટ માંગી છે. હરપાલસિંહ ચુડાસમાએ ધંધુકા બેઠક પર નોંધાવી દાવેદારી. હરપાલસિંહ ચુડાસમા અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે. ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ સંગ્રામ રાઠવાએ માંગી ટિકિટ. સંગ્રામ રાઠવાએ છોટાઉદેપુર બેઠક પર નોંધાવી દાવેદારી. સંગ્રામ રાઠવા છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ પણ છે. યુથ કોંગ્રેસના મહામંત્રી અંકિતાબેન ઠાકોરે પણ ટિકિટ માંગી છે.



.png)