કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીના વિરુદ્ધમાં આજે બંધનું એલાન આપ્યું

News 16
0

હાલ વધતી જતિ મોંઘવારીને લઈ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા એક દિવસીય બંધનું એલાન આપ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ બંધના એલાનને સમર્થન જોવા મળ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધના એલાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી બંધના એલાનને સમર્થન મળવા પામ્યું છે. 

જિલ્લાના ભિલોડા અને મોડાસા ખાતે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા વેપારીઓને બંધ રાખવા કરેલ વિનંતી મુજબ ભિલોડા સજ્જડ બંધ રહ્યું. ત્યારે મોડાસા ખાતે ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર અને અગ્રણી કાર્યકરો દ્વારા દુકાનો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપવા વેપારીઓને સમજાવવામાં આવ્યા છે.

ધારાસભ્ય જસુભાઈ પટેલ પણ બાયડ, માલપુરના બજારો બંધ રાખી બંધના એલાનને સમર્થન આપવા એકત્રિત થયા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા અપાયેલ બંધને સમર્થન મળી રહ્યું છે. સાથે બંધના એલાનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે પણ પટ્રોલિંગ હાથ ધર્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top