ધંધુકા-બગોદરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત- પરિવારના પાંચ સભ્યોના મોત

News 16
0
ધંધુકા બગોદરા રોડ હરીપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.


અકસ્માત ઝોનમાં આવતા ધંધુકા બગોદરા રોડ હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું
આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝિઝર ગામના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ અકસ્માતની ઘટનાની જાણ થતાં ફેદરા 108 એમ્બ્યુલન્સ વાન તાકીદે ઘટના સ્થળે દોડી ગઇ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top