વ્યારા કલેકટર કચેરીની બહાર વ્યારા સુગર બચાવ સમિતિ આયોજિત ધારણા યોજવામાં આવ્યા હતા, જેમાં કમિટી રાજીનામું આપે તેમ જ વ્યારા સુગર સ્થાનિક ખેડૂતોના હાથમાં સંચાલન કરવામાં આવે એવી માગ સાથે ધરણા પર બેઠા હતા.તાપી કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ ખેડૂતો દ્વારા વ્યારા સુગરમાં શેરડી નાખવામાં આવી છે તથા વાહતુક વાહન માલિકો અને મજૂરોના નાણા લેવા બાબતે તેમજ વ્યારા સુગર વહેલી તકે રીપેર કરી શરૂુ કરવામાં આવે તે બાબતે વ્યારા સુગરના સભાસદો દ્વારા ધરણા કાર્યક્રમ આપ્યો હતો.
તેમ જ સરકાર દ્વારા રચવામાં આવેલ કસ્ટોડિયન કમિટીનો વિરોધ તથા તેમના રાજીનામાં લેવા બાબતે ધરણા યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જ્યાં સુધી કસ્ટોડિયન કમિટીના રાજીનામાં લઈ સ્થાનિક વ્યારા સુગરમાં ખેડૂત સભાસદોની કમિટીની નિમણૂંક ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોના ધરણા આંદોલન માટે રજૂઆત કરાઈ હતી.



.png)