વ્યારાના માલોઠા ગામે રહેતા દાદા દ્વારા પૌત્રને લઈને ત્રિ વ્હિલ ટેમ્પોમાં ખેતરે લઈ ગયા હતા. ત્યાંથી ઘાસ ભરી પરત ઘરે આવતી વખતે પૌત્રને જોકુ આવી જતાં ટેમ્પો ચલાવતા દાદાએ એક હાથે પૌત્રને પકડવા જતા સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. થ્રી વ્હીલ ટેમ્પો પલટી મારી ગયો હતો અને તેમાં આગળ બેસેલા પૌત્ર રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને લઈને પરિવારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી.
વ્યારા તાલુકાના માલોઠા ગામમાં અશોકભાઈ ચૌધરી તેમના પુત્ર દિવ્યેશભાઈ ચૌધરી પૌત્ર મિહિર સહિત પરિવારજનો રહે છે અને ખેતી કામ કરી જીવન ગુજારે છે. ગત 26 તારીખે અશોકભાઈ ખેતરે ઘાસ કાપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમના પૌત્ર મિહિરે રિક્ષામાં બેસાડી થ્રી વ્હીલ ટેમ્પો નં. GJ 5 AU 5485 ખેતરે લઈ ગયા હતા. જ્યાંથી ઘાસ ટેમ્પોમાં ભરી પરત ઘરે આવવા નીકળ્યા હતા. તે દરમિયાન વ્યારાના દડાકવાણ ગામની સીમમાં મિહિરને જોકું આવી ગયું હતું.
જેને લઇ અશોકભાઈ મિહિરને પકડવા જતા સ્ટેરીંગ પર કાબૂ ન રહેતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જેને લઈને મિહિર રોડ પર પડી જતા તેના માથાના જમણી બાજુએ ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, તેને સારવાર મળે તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવને લઈને પરિવારજનો હોસ્પિટલ ખાતે આવ્યા હતા. બાળકનું મોતના પગલે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. આ પ્રકરણમાં ચાલક અશોક ચૌધરી વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.



.png)