તાપી જિલ્લાના નિઝર તાલુકામાં આવેલ મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણમાં આશરે 145 થી વધુ બાળકો ભણતર કરે છે. જેમને સરકાર દ્વારા મધ્યાહન ભોજન આપવામાં આવતું હોય છે. ગતરોજ મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં ભણતર કરતા બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવ્યો હતું. જેમાં મધ્યાહન ભોજનના સંચાલક દ્વારા બાળકોને ડિસમાં પીરસેલ ભોજનમા ઇયળ કીડીઓ નીકળતા બાળકોએ પોતપોતના વાલીઓ ને જાણ કરવા આવી હતી.જેથી વાલીઓ દ્વારા નિઝર મામલતદાર કચેરી ખાતે મધ્યાહન ભોજનના સંચાલકની વિરુદ્દ લેખિત રજુઆત કરવામાં આવી છે.
જેમાં વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં ઘણા સમયથી બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે.જેમા મુબારકપૂર મધ્યાહન ભોજનના સંચાલકની બેદરકારીના લીધે બાળકોને પીરસાયલી ડિસમાં ઇયળ કીડીઓ નીકળતી હોય છે. જેથી બાળકોના ભવિષ્ય તથા આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. મુબારકપૂર ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ચલાવનાર સંચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગે વાલીઓ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે.
બાળકોના વાલીની રજૂઆતને ધ્યાનમાં લઇ જવાબદાર તંત્ર દ્વારા મુબારકપુર ગામની પ્રાથમિક શાળાની મુલાકત લીધી હતી. અને સંચાલકને આ બાબતે મામલતદાર મારફતે નોટિસ પણ ફટકારાઇ છે. સંચાલકને 26/09/2022ના રોજ સવારે 11:00 કલાકે મામલતદાર ઓફિસે ખાતે રૂબરૂમાં ખુલાસો કરવા અંગે જણાવાયું છે.મુબારકપૂરની પ્રાથમિક શાળામાં ભણતર કરતા બાળકોને આપવામાં આવતું મધ્યાહન ભોજનમા સંચાલકની બેદરકારીના કારણે બાળકોને ભોજનની પીરસાયેલી ડિસમાં નીકળેલ ઇયળ કે કીડીના લીધે બાળકોના ભવિષ્ય અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. ત્યારે હવે તંત્ર કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું.



.png)