સોનગઢના હીંદલા ગામના માર્ગ પર પુર પાટ ઝડપે દોડતા બોલેરો પીકઅપ ટેમ્પોના ચાલકે એસટી બસને સામેથી ટક્કર મારતા ટેમ્પો ચાલક અને ક્લીનરને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સોનગઢ તાલુકાના હીંદલા ગામના ત્રણ રસ્તા પાસે આજરોજ બપોરે આશરે ૩:૩૦ કલાકના અરસામાં પુર ઝડપે દોડતી એક બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે/૨૬/ટી/૯૧૧૦ ના ચાલકે પોતાના કબજાનો પીકઅપ ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઇ આવી સામેથી આવતી આહવા-સુરત એસટી બસ નંબર જીજે/૧૮/ઝેડ/૬૬૪૪ ને સામેના ભાગે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પીકઅપ ટેમ્પોમાં ફસાયેલા ટેમ્પો ચાલક અને ક્લીનરને બહાર કાઢી ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જોકે એસટીમાં સવાર આશરે ૧૨ જેટલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બનાવ અંગે એસટી બસનો ચાલક મીતેશભાઇ ગણપતભાઈ ચૌધરીની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે બોલેરો પીકઅપ ગાડીના ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આપને જણાવી દઈએ છીએકે, આહવા-સુરત એસટી બસ આહવાથી સુબીર અને સોનગઢ થઇ સુરત જઈ રહી હતી.


.png)