સેલવાસની કંપનીના માર્બલ વેસ્ટને હવે નાનાપોંઢા જંગલમાં નિકાલ કરવાનું રેકેટ, ત્રણ ટ્રક ઝડપાઇ

News 16
0
દાનહના સેલવાસમાં માર્બલ કંપનીઓમાંથી સ્થાનિક જમીનોને નુકસાન કર્યા બાદ નાનાપોંઢામાં વેસ્ટ ઠાલવવાનું નેટવર્ક બહાર આવ્યું છે. નાનાપોંઢા પોલીસે વેસ્ટ ભરેલી 3 ટ્રક ઝડપી પાડી છે. નાનાપોંઢા પોલીસ બુધવારે વાહન પેટ્રોલીંગમાં ફરી રહી હતી.
સેલવાસની કંપનીના માર્બલ વેસ્ટને હવે નાનાપોંઢા જંગલમાં નિકાલ કરવાનું રેકેટ, ત્રણ ટ્રક ઝડપાઇ

36,05,000નો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરાઇ
તે દરમિયાન વાપીથી નાનાપોંઢા તરફ જતા રોડ ઉપર બાલચોંડી આમ્રવન સામેથી ટાટા હાઇવા ટ્રક નં.એમએચ-15-જીવી-3896, એમએચ-15-ઇજી-8496 અને એમએચ-15-ઇજી-5796ને અટકાવી અંદર ચકાસણી કરતા પ્રવાહીયુક્ત સફેદ પાવડર જેવો વેસ્ટ (કચરો) મળી આવતા પોલીસે આરોપી ચાલક રામેશ્વર સદાશિવ કદમ, બાલુ ગજાનંદ જાદવ અને સચીન સાહેબરાવ બિરારે તમામ રહે.નાશિક મહારાષ્ટ્ર સામે અટકાયતી પગલા લઇ કુલ 93 ટન કેમિકલ વેસ્ટ કિં.રૂ.93,000 અને ત્રણેય ટ્રકની કિં.રૂ.35 લાખ સાથે કુલ રૂ.36,05,000નો મુદ્દામાલ કબજે લઇ તપાસ હાથ ધરાઇ છે.

ગેરકાયદે રીતે લઈ જવાતો સફેદ પાવડર જેવો વેસ્ટ પકડાયો
આરોપીઓ વગર પાસ પરમીટે ગુજરાત પોલ્યુશન બોર્ડનું તથા પોલ્યુશન કન્ટ્રોલ કમિટી સેલવાસ એન્ડ દમણનું પ્રમાણપત્ર મેળવ્યા વગર ગેરકાયદે રીતે સફેદ પાવડર જેવો વેસ્ટ ભરી પકડાઇ જતા આ કચરો તેઓ નાનાપોંઢાના જંગલમાં નિકાલ કરવા જઇ રહ્યા હતાં.

અગાઉ ખેતરોમાં વેસ્ટ ડમ્પ કરાતો હતો
થોડા સમય અગાઉ જ ભાસ્કરે નરોલી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખાડો ખોદીને માર્બલ વેસ્ટ નાંખી ઉપજાઉ જમીનોને ખરાબ કરવાનો પર્દાફાશ કર્યો હતો. જેની જાણ પોલ્યુશન બોર્ડને પણ કરાઇ હતી. તે છતાં આ કૃત્ય કરનારા ઇસમો સામે કોઇ પગલા લેવાયા ન હતા. જોકે હવે આ વેસ્ટ દાનહથી ગુજરાતમાં ઠાલવવા પહેલા ટ્રકચાલકો પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.

વેસ્ટથી જમીન બિનઉપજાઉ બને છે
સેલવાસથી પ્રવાહીયુક્ત પાવડર ભરી આ વેસ્ટ આરોપીઓ નાનાપોંઢાના અંતરિયાળ વિસ્તારમાં ખેતરોમાં ખાલી કરવા જઇ રહ્યા હતા તેમ સુત્રોથી જાણવા મળ્યું છે. આ વેસ્ટ જે સ્થળે ખાલી કરાય છે તે સ્થળ તેમજ તેની આજુબાજુમાં આવેલ ખેતર પણ બર્બાદ થઇ જાય છે. જ્યારે આ પાવડર માનવ આરોગ્ય માટે પણ ખૂબ જ જોખમી હોય છે.

વેસ્ટ નિકાલમાં કેટલીક કંપનીના નામ ખુલશે
દાનહના સેલવાસ ખાતે અઢળક માર્બલ કંપનીઓ આવેલ છે. જેઓ માર્બલ પ્રોસેસીંગ વખતે તેમાંથી નીકળતા કચરાઓ કેટલાક ઇસમોને રૂપિયા આપી પોલ્યુશન બોર્ડની જાણ બહાર તેનો નિકાલ કરાવતા હોય છે. આ કેસમાં પોલીસ ઝીંણવટથી તપાસ કરે તો સેલવાસની કેટલી પ્રખ્યાત માર્બલ કંપનીઓનું નામ બહાર આવી શકે તેમ છે. જોકે, કેટલીક મોટી કંપનીઓ વેસ્ટ પાવડરનો રિ-યુઝ કરી પ્રોડક્ટ બનાવે છે.

પ્રતિ ટ્રક 10થી 15 હજાર અપાય છે
સેલવાસની માર્બલ કંપનીઓ દ્વારા વેસ્ટ ખાલી કરાવવા માટે દલાલોને પ્રતિ ટ્રક 10થી 15 હજાર આપવામાં આવે છે તેમ સુત્રોથી જાણવા મળ્યું છે. જ્યારે આ જ વેસ્ટ હાયવા ટ્રકમાં હોય તો તેની કિંમત રૂ.20 હજાર સુધી જાય છે. પોલીસ તપાસમાં આ સમગ્ર કૌભાંડ બહાર આવશે તો ચોંકાવનારી વિગતો બહાર આવશે. વાપી અને મહારાષ્ટ્રની અંદાજે 100થી વધુ ટ્રકો માત્ર કંપનીમાંથી વેસ્ટ નિકાલનું કામ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top