તાપી જિલ્લાના નિઝર તાલુકામા આવેલા વેલ્દા ગામના કુકરમુંડા ફળિયામાંથી જુના કાવઠાથી કોટલી તરફ જતા રસ્તાને જોડતો કાચો રસ્તો પસાર થાય છે.જે કાચો રસ્તો આ વિસ્તારમા ખેતી ધરાવતા ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. પરંતુ વર્ષોથી આ કાચો રસ્તો હોવા છતાં પણ માટી મેટલ કે પાકો રસ્તો આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી. દર વર્ષે વરસાદી માહોલમાં આ કાચા રસ્તા પર કાદવ કીચડ રહેતા વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોને પોતના ખેતરોમાં કે બિયારણ ખાતર કે ખેતીને લાગતા અન્ય સાધનોને લઇ જવા માટે ભારે મુશ્કેલીઓ પડતી હોય છે.
વેલ્દા ગામની સીમા વિસ્તારમા હજારો એકર જમીન આવેલ છે, જે જમીનમાં મોટા ભાગે પિયતની સુવિધા હોવાથી આ વિસ્તારમાં ખેતી ધરાવતા ખેડૂતો ત્રણે ઋતુમાં પાક ઉપજ લેતા હોય છે, જે ખેડૂતોના ખેતરોમાં જવા માટે જીવાદોરી સમાન આ રસ્તા પર ચોમાસાની ઋતુમા કાદવ કીચડ રહેતું હોવાથી ખેડૂતોમા નારાજગી જોવા મળી રહી છે. વેલ્દા ગામની સીમમાંથી જુના કાવઠા અને કોટલી ગામ તરફ જતા રસ્તાને જોડતા આ કાચા રસ્તાને પાકો રસ્તો બનાવવા આવે તો આ વિસ્તારના ખેડૂતોને ચોમાસામાં પડતી મુશ્કેલીઓ દૂર થાય તેમ છે.
વેલ્દા ગામની સીમા વિસ્તારમા ખેતરાડી તરફ જતો કાચા રસ્તા પર વર્ષોથી ચોમાસાની ઋતુમા કાદવ કીચડ રહેતું હોય છે. તેમજ વરસાદી પાણીનો પણ ભરાવો રહેતો હોય છે. જેના કારણે આ વિસ્તારમાં ખેતી કામ કરનાર કામદારો રસ્તાની આજુબાજુના ખેતરોમાં આવેલ ઉભા પાકોમાંથી પગપાડે જવા માટે મજબૂર બનતા હોય છે તો બીજી તરફ ઉભો પાકોને નુકસાન પણ થતું હોય છે. સરકાર દ્વારા છેવાડાના ગામડાને વિકાસના પંથે લઇ જવા માટે વિવિધ યોજના અંતર્ગત કરોડોની ગ્રાન્ટ ફાળવવામા આવે છે.
તેમજ ખેડૂતોઓ માટે પણ વિવિધ યોજનાઓ અંતર્ગત કરોડોની ગ્રાન્ટ ફાળવવામા આવતી હોય છે. તો વેલ્દા ગામની સીમમાંથી પસાર થઇ ખેતરાડી તરફથી જુના કાવઠા અને કોટલી ગામ તરફ જતા રસ્તાને જોડતો કાચો રસ્તો આજ દિન સુધી કેમ? પાકો રસ્તો બન્યો નહી, તેવી ચર્ચા આ વિસ્તારના ખેડૂતોઓમાં થઇ રહી છે. વેલ્દા ગામની સીમમાંથી ખેતરાડી તરફ થઇને જુના કાવઠા અને કોટલી ગામ તરફ જતા રસ્તાને જોડતો આ કાચો રસ્તો પણ પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માગ આ વિસ્તારના ખેડૂતોમાં ઉઠી છે.


