સૌરાષ્ટ્રના રાજકારણનું એપી સેન્ટર રાજકોટમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી નડ્ડા રાજકોટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપના રાજ્યસ્તરના જન પ્રતિનિધિનું સંમેલન મળ્યું હતુ. વિધાનસભાની ચૂંટણી પહેલા જન પ્રતિનિધિ સંમેલનમાં ભાજપનું શક્તિપ્રદર્શન જોવા હતું.
રાજકોટના સમલેનમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા, મુખ્યમંત્રી,પ્રદેશ પ્રમુખ, રાજ્ય સરકારના મંત્રીઓ, સનગઠનના હોદેદારો, ધારાસભ્યો, સાંસદો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પ્રદેશ ભાજપના પ્રમુખે નામ લીધા વિના કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા. કેટલીક પાર્ટીઓના નેતાઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. કેટલાક લોકો નોકરીઓની વાતો કરે છે. અહીં દેશભરમાંથી લોકો નોકરીઓ મેળવે છે. ગુજરાતનો વિકાસ એટલો કે રોટલો અને ઓટલો બન્ને મળે છે. ગુજરાની પ્રજાને મફતની રેવડી ખાવાની કોઈ આદત નથી. સીઆર પાટિલે રાજકોટમાં કેજરીવાલ પર આકરા પ્રહારો હતા. તો રાજ્યના મુખ્યમંત્રીએ પણ રાજ્યના વિકાસની વાત કરી હતી.
રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડાએ કહ્યું આ સંતોની ભૂમિ છે. કોરોનામાં આખા દેશના અલગ અલગ પાર્ટીના લોકો ઘરમાં બેસી ગયા હતા ત્યારે તમે લોકો વચ્ચે સેવા કરતા હતા. લોકોની યાદ શક્તિ ખૂબ જ ઓછી હોય છે. વેક્સિનેશનને યાદ કરો અમુક લોકો ખોટી અફવાઓ ફેલાવતા હતા. નવ મહિનામાં પ્રધાનમંત્રીએ દેશવાસીઓને બબ્બે વેક્સિન અપાવી હતી. આ ઉપરાંત જેપી નડ્ડાએ એક રોડ શો પણ કર્યો હતો.

.jpg)

.png)