ઉમેદવાર જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. વેજલપુરના ઉમેદવાર સામે શહેર ઉપપ્રમુખની નારાજગી સામે આવી છે. અમદાવાદ આપના ઉપપ્રમુખ શાકિર શેખે રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. કલ્પેશ પટેલે પૈસાના જોરે ટિકિટ મેળવી હોવાનો શાકિર શેખનો આક્ષેપ છે. આમ આદમી પાર્ટી પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે.
કાર્યકરોની બાદબાકી કરી આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાનો આક્ષેપ શેખે કર્યો છે. કલ્પેશ પટેલ આપનો કાર્યકર પણ નથી છતાં પૈસાના જોરે ટિકિટ આપી. અમદાવાદમાં આપને એકપણ બેઠક નથી મળવાની. હજુ ઘણા આગેવાનો અને કાર્યકરો નારાજ છે. આગામી દિવસોમાં આપના આગેવાનો અને કાર્યકરો રાજીનામા આપશે.


