સુરતમાં સુરભી ડેરીમાં તોડફોડ કરનાર 8ની ધરપકડ, માલધારીઓની દૂધ-હડતાળના એલાનમાં ડેરી ચાલુ રાખતા તોડફોડ કરી હતી

0
સુરતના અડાજણ વિસ્તારમાં ગઈ કાલે દૂધના વેચાણને લઈ અમુક માલધારીઓ દ્વારા સુરભી ડેરીમાં તોડફોડ કરી હતી. ઘટનાને પગલે દુકાન માલિકે પોલીસને ફરિયાદ કરતા પોલીસે સીસીટીવીના આધારે 8 લોકોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, તોડફોડના સીસીટીવી સામે આવ્યા હતા. જેના આધારે 15 જેટલા સામે ગુનો નોંધાયો છે.



અડાજણની ડેરીમાં તોડફોડ કરનાર સીસીટવીમાં કેદ થયા હતા
સુરત શહેરમાં અવાર નવાર કોઈને કોઈ મુદ્દે તોડફોડ થતી હોવાની ઘટના સામે આવે છે. તેવામાં ગતરોજ માલધારી સમાજ દ્વારા દૂધના વેચાણને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના તમામ માલધારી સમાજ દ્વારા એક દિવસ દૂધ નહીં આપી સરકારે બનાવેલો કાયદો પાછો ખેંચવાની માગ કરી હતી.જેના સમર્થનમાં સમગ્ર સુરત શહેરમાં માલધારી સમાજ દ્વારા દૂધ બંધ કરી દેવામાં આવ્યું હતું. દરમ્યાન સુરતના અડાજણ વિસ્તારમાં સુરભી નામની ડેરીમાં દૂધનું વેચાણ થઈ રહ્યું હતું ત્યારે ડેરીમાં માલધારીનું ટોળું ઘસી આવ્યું હતું. અને ડેરી માલિકને દૂધનું વેચાણ બંધ કરવા કહી ઉશ્કેરાયેલા ટોળામાંથી અમુક લોકોએ પાઇપ વડે ડેરીમાં ટોડ ફોડ મચાવી હતી.



15 જેટલા ઈસમો સામે ગુનો નોંધાયો
ડેરીનું 80,000 થી વધુનું નુકસાન કર્યું હતું. સમગ્ર ઘટના ડેરીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે ઘટના બન્યા બાદ ડેરી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે તાત્કાલિક આ ઘટનામાં ડેરીના સીસીટીવી ફૂટેજ મેળવી તાપસ શરૂ કરી હતી. સીસીટીવીમાં 15થી 20 જેટલા માલધારીઓ ડેરીએ પહોંચી આવ્યા હતા.સીસીટીવી ફૂટેજના આધારે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી.જેમાં સૌથી વધુ તોડ ફોડ કરનાર અને સીસીટીવીમાં દેખાનાર 15 જેટલા ઈસમો સામે અડાજણ પોલીસે નામ જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

તોડફોડ કરનાર 8 માલધારીઓની ધરપકડ કરાઈ
મહત્વનું છે કે જે રીતે એક દિવસ દૂધ બંધ રાખવાને કારણે સુરત શહેરમાં અનેક જગ્યાએ તોડફોડની ઘટનાઓ બની હતી. જેના કારણે પોલીસે પણ સતર્કતા દાખવી પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો.તેવામાં અડાજણ વિસ્તારમાં સુરભી ડેરીમાં તોડફોડની ઘટના બની ત્યારે તાત્કાલિક અડાજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ગુનો નોંધી તોડફોડ કરનારા ઇસમોને શોધવાની તજવીજ હાથ કરી હતી. જેમાં 8 માલધારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top