સુરતથી અમરેલીના બાબરા જતી લકઝરી બસ બોરસદ પાસે એક્સપ્રેસ વે ઉપર પલ્ટી મારી હતી. સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
સુરતથી બાબરા ખાતે જતી હતી લકઝરી બસ. બોરસદના બોદાલ સીમ પાસેથી પસાર થતા વાસદ બગોદરા હાઈવે પર લક્ઝરી પલ્ટી મારી હતી. જેમાં 30 જેટલા મુસાફરો સવાર હતા. રાત્રીના 2:30 કલાકે લક્ઝરી બસ પલ્ટી મારી ગઈ હતી. જેમાં 10 જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. આસોદર ચોકડી અને બોદાલ વચ્ચે પલ્ટી મારી હતી.




.png)