તાપી જિલ્લામાં કોઝ વે પર પાણી ફરી વળતાં ત્રણ તાલુકાના 13 રસ્તા બંધ

News 16
0
ગત બે દિવસથી તાપી જિલ્લામાં પડતાં ભારે વરસાદના પગલે કેટલીય નદી અને કોતરોમાં ભારે વરસાદી પાણીનું વહેણ જોવા મળે છે. કેટલાક કોઝ વે પરથી વરસાદી પાણીનું વહેણ ફરી વળતાં અવર જવર માટે સંપૂર્ણ બંધ થયા છે.


વ્યારા, ડોલવણ, સોનગઢ અને કુકરમુંડા તાલુકાના મળી કુલ 13 રસ્તા સાંજની સ્થિતિ એ બંધ હોવાનું જાણવા મળ્યું છે. વ્યારાના ઝાંકરી ગામ આશ્રમ ફળિયાના લગભગ 20થી 25 ઘરો અને સોનગઢના દરડી ગામના નિશાળ ફળિયાના એમ મળી કુલ બે ફળિયાના લોકોને અવર જવર માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન હોય તેમનો સીધો સંપર્ક પૂર્ણ પણે કપાઈ ગયો છે. એ સાથે જ વ્યારા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ નવ રસ્તા પરના કોઝ વે પાણીના ભારે વહેણને કારણે ઓવર ટોપ થતાં એ લોકોની અને વાહનોની અવર જવર માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યા છે.

વ્યારાના કેળકુઈ ગાંધી ફળીયાથી હાઈસ્કૂલને જોડતો રસ્તો અને ઝાંખરી આશ્રમથી ચીચબરડી રોડ તથા ખુરદી એપ્રોચ રોડ કોઝ વે પર પાણી ફરી વળતાં બંધ થઈ ગયો છે. એ જ પ્રમાણે વ્યારાના લખાલી ચીચબરડી રાણીઆંબા ગામ ઢોંગીઆંબા સુધીનો રોડ અને કાટકુઈ કરંજવેલ જોઈનીંગ બાલપુર ખુટાડીયા રોડ તથા વ્યારા પાનવાડી મુસા મદાવ છીંદીયા મેઘપુર બાલપુર ઉમરવાવ નજીકનો રસ્તો બંધ છે. વ્યારાના ગડતથી બેડચીતનો રોડ, કણઝાથી બેડકુવાને જોડતો રોડ અને જેસિંગપુરાથી નવાપાડા ઉમરવાવ નજીક તથા ઊંચા માળાથી લીમદડા રોડ બંધ થયો છે.

ડોલવણ તાલુકામાં પણ પંચાયત હસ્તકના બે રસ્તા બંધ છે. જેમાં ડોલવણના ઉમકચ્છનો એપ્રોચ રોડ તથા વિરપુર ઉમરકચ્છ ગામ જોઈનીંગ એસ.એચ રોડ કોઝ વે ઓવર ટોપિંગ થવાથી બંધ છે. સોનગઢ તાલુકાના દરડી ગામનો નિશાળ ફળિયાનો કોઝ વે પર પાણી ફરી વળતાં બંધ થયો છે. કુકરમુંડા તાલુકામાં સતોલાના એપ્રોચ રોડ પર આવેલા કોઝ વે પરથી પાણી ફરી વળતાં બંધ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top