તાપી જિલ્લાના બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સખી મંડળની બહેનોને રાખડી બનાવટ અને હર્બલ સાબુ બનાવટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર ઘર તિરંગા” ની થીમ પર તાપી જિલ્લાની સખીમંડળની બહેનો ખૂબ મોટી સંખ્યામાં “હર ઘર તિરંગા રાખડી” બનાવશે.
જિલ્લા વિકાસ અધિકારીએ બહેનોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, હાલના સમયમાં દરેક ક્ષેત્રમાં રોજગાર મેળવવા માટે સ્પર્ધા વધી છે. ત્યારે દરેક વ્યક્તિ પાસે વધુ મહેનત અને સતત મહેનત ઉપાય છે. તેમણે સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી યુવક-યુવતીઓને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઓર્ગેનીક ખેતી, મશરૂમ ખેતી, મસાલા,પાપડ બનાવટ, બામ્બુ બનાવટ, પશુ પાલન જેવી વિવિધ બાબતોને સાંકળી પરંપરાગત વ્યવસાય અને રોજગાર દ્વારા બહેનો પગભર થાય તે માટે સરકારની યોજનાઓનો લાભ લેવા અને આર્થિક પ્રગતિ સાધવા બહેનોને અનુરોધ કર્યો હતો.
જિલ્લામાં સખીમંડળના 10 હજાર ગૃપો કાર્યરત છે. તે પૈકી પાંચ હજાર ગ્રુપ તો ખૂબ જ સક્રિય છે.ફક્ત તાલીમ આપવાથી કામ પૂર્ણ થતું નથી પરંતુ સખીમંડળની બહેનોને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી આજીવિકા મિશન અંતર્ગત રિવોલ્વિંગ ફંડ તેમજ રો-મટિરિયલ, તાલીમ, ટ્રાન્સપોર્ટેશન, માર્કેટીંગ, હોટલ પ્રમોશન માટે નાણાં જરૂર પડે તો તે પણ પૂરા પાડવામાં આવે છે.
2021-22માં 600 તાલીમાર્થીઓ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 300 બહેનો અલગ અલગ તાલીમ લઇ ચૂકી છે. રાખડી અને ઓર્ગેનિક સાબુ બનાવવાની તાલીમ છે એ ખરેખર મહત્વની છે. 6 ઓગસ્ટથી રાખડી મેળો શરૂ થાય છે જેમાં બહેનો દ્વારા વિવિધ રાખડીઓનું વેચાણ વ્યારામાં કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું .
બહેનોને પ્રોત્સાહિત કરતા “હર ઘર તિરંગા” ની થીમ પર તાપી જિલ્લાની સખીમંડળની બહેનો ખૂબ મોટી સંખ્યામાં “હર ઘર તિરંગા રાખડી” બનાવશે. આ રાખડી દરેક ગ્રામ પંચાયતમાં તિરંગાનું વેચાણ થશે તેમની સાથે પ્રતીકાત્મક રીતે રાખડીનો પણ વેચાણ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
પસંદના કામ સાથે જોડાઇ રહેવા સૌ બહેનોને આગ્રહ
RSETI સાથે સંકળાયેલા ગેસ્ટ ફેકલ્ટી સમીમબેન શેખ તથા આરાધના વસાવાએ પોતાના અનુભવો સૌ સાથે અભિવ્યક્ત કરી પોતાની પસંદના કામ સાથે જોડાઇ રહેવા સૌ બહેનોને આગ્રહ કર્યો હતો.


.png)