તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. તાપી જિલ્લામાં રાત્રે સાત તાલુકામાં વરસાદનું આગમન થયું હતું. ખેતીલાયક વરસાદને લઈને જિલ્લાના ખેડૂતોમાં રાહત થઈ હતી. વાલોડમાં શુક્રવારે સાંજે અડધો ઇંચ વરસાદ માત્ર અડધો કલાકમાં જ ખાબકી ગયો હતો.
રાત્રી દરમિયાન સૌથી વધુ વરસાદ વ્યારામાં 41મીમી નોંધાયો હતો. જ્યારે ઉચ્છલમાં 10મીમી, કુકરમુંડામાં 07મીમી, ડોલવણમાં ૨૯મીમી, નિઝરમાં 20મીમી, વ્યારામાં 41મીમી, વાલોડમાં રાત્રી દરમિયાન 30મીમી જ્યારે સાંજે 6વાગ્યા સુધીમાં 24 કલાકનો કુલ 41મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સોનગઢમાં રાત્રીએ 22મીમી વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લામાં દિવસ દરમિયાન માત્ર વાલોડમાં જ 11 મીમી વરસાદ નોંધાયો હતો.


.png)