પાંચમી T20 મેચમાં ભારતે 88 રનથી જીત મેળવી; બધી જ 10 વિકેટ સ્પિનરોએ ઝડપી

News 16
0
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે T20 સિરિઝનો છેલ્લો મેચ ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવર્ડ રીજનલ પાર્ક સ્ટેડિયમ ખાતે રમાયો હતો. સિરિઝની આખરી મેચમાં ભારતે 88 રને જીત મેળવીને સિરિઝ 4-1થી જીતી લીધી હતી. ભારતે આપેલા 189 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી વેસ્ટઈન્ડિઝ ટીમ 100 રનમાં ખખડી ગઈ હતી. તેઓ 15.4 રનમાં 100 રન જ ઓલઆઉટ થઈ ગયા હતા. ભારત તરફથી સૌથી વધુ રવિ બિશ્નોઈએ 4 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલ અને કુલદિપ યાદવે 3-3 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ રન શિમરોન હેટમાયરે 56 રન કર્યા હતા. બાકીના કેરેબિયન પ્લેયર્સ ચાલ્યા જ નહોતા.




અગાઉ ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન શ્રેયસ અય્યરે 64 રન બનાવ્યા હતા. દીપક હૂડ્ડાએ 38 રન કર્યા હતા. વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી વધુ ઓડિયન સ્મિથે 3 વિકેટ ઝડપી હતી. તો જેસન હોલ્ડર, ડોમિનિક ડ્રેક્સ અને હેડેન વોલ્શને 1-1 વિકેટ મળી હતી.

પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરિઝ

અક્ષ પટેલને તેના શાનદાર પ્રદર્શન બદલ પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. આ મેચમાં તેની બોલિંગ ફિગર્સ (3-1-15-3)ની રહી હતી. તો પ્લેયર ઑફ ધ સિરિઝનો ખિતાબ યંગ પેસર અર્શદીપ સિંહને મળ્યો હતો. અર્શદિપ સિંહે 5 મેચમાં 7 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વનો પાયો નાખ્યો હતો. આ આખી સિરિઝ દરમિયાન તેણે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તેની બોલિંગથી ભૂતપૂર્વ ક્રિકેટરો પણ પ્રભાવિત થયા હતા.



ભારતીય સ્પિનરોનો તરખાટ

ભારતીય સ્પિનરોએ વેસ્ટઈન્ડિઝની બીજી ઇનિંગમાં તરખાટ મચાવ્યો હતો. સ્પિનરોએ જ 10 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈએ 2.4 ઓવરમાં 16 રન દઈને 4 વિકેટ ઝડપીને આતંક મચાવ્યો હતો. તો અક્ષર પટેલે 3 ઓવરમાં 1 મેડન સાથે 15 રનમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે ભારતને શરૂઆતમાં સફળતા અપાવી હતી. અને લાંબા સમય બાદ ભારતીય ટીમમાં કમબેક કરતા કુલદિપ યાદવે 4 ઓવરમાં 1 મેડન સાથે માત્ર 12 રન દઈને 3 વિકેટ ઝડપી હતી. આમ, પાંચમી T20 મેચ ભારતીય સ્પિનરોના નામે રહ્યો હતો.

શ્રેયસ અય્યરની શાનદાર અર્ધસદી

ભારતના ઓપનરોએ સારી શરૂઆત અપાવી હતી. જોકે ઈશાન કિશન 13 બોલમાં 11 રન કરી આઉટ થયો હતો. શ્રેયસ અય્યરે પોતાના T20 કરિયરની 7મી અર્ધસદી ફટકારી હતી. તે 40 બોલમાં 64 રન કરી આઉટ થયો હતો. દીપક હૂડ્ડાએ 25 બોલમાં 38 રન કર્યા હતા. સંજુ સેમસન ખાસ ચાલ્યો નહોતો, અને 15 રન કરી આઉટ થયો હતો. તો દિનેશ કાર્તિક પણ 12 રનમાં આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ ઝડપી 16 બોલમાં 28 રન કર્યા હતા. તે રનઆઉટ થયો હતો. અક્ષર પટેલે 9 રન કર્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top