કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતને બોક્સિંગમાં ટીમ ઇન્ડિયાએ ગોલ્ડન હેટ્રિક મારી છે. બોક્સર નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. જોકે, ટ્રિપલ જમ્પમાં ભારતીય પ્લેયર્સે ઇતિહાસ રચ્યો છે. ભારત માટે ખુશીની વાત એ છે કે, આ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતીય પ્લેયર્સના નામે રહ્યા છે. જ્યારે વૂમેન્સ જેવલિન થ્રોમાં અન્નુ રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
નિખત ઝરીને જીત્યો ગોલ્ડ
બોક્સર નિખત ઝરીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. નિખતે 48-50 કિલોગ્રામની ફાઈનલમાં નોર્દન આયરલેન્ડની કાર્લી એમસી નાઉલને 5-0 થી હરાવી છે. ભારતીય ટીમનો આ બોક્સિંગમાં ત્રીજો ગોલ્ડ મેડલ છે. સાથે જ ઓલઓવર ભારતનો આ 17 મો ગોલ્ડ મેડલ છે


.png)