વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસ સહિત અનેક વિપક્ષો ઉપર આકરા પ્રહાર કર્યાં છે. PM મોદીએ કહ્યું કે 5 ઓગસ્ટના રોજ આપણે જોયું કે કેવા કાળા જાદુ ફેલાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા. આ લોકો વિચારે છે કે કાળ કપડાં પહેરવાથી તેમની નિરાશાનો સમય પૂરો થઈ જશે, જોકે તેમને ખબર નથી કે તેઓ ગમે એટલા પ્રયત્ન કરી લે, ગમે એટલા કાળા જાદૂ કરી લે, અંધવિશ્વાસ કરી લે, પણ પ્રજા હવે ક્યારેય તેમની ઉપર વિશ્વાસ કરશે નહીં.
PMએ પાણીપતમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઈન્ડિયન ઓઈલ રિફાઈનરીના 2G ઈથેનોલ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસે 5 ઓગસ્ટના રોજ મોંઘવારી, GST અને સરકારી નીતિઓની સામે સંસદથી લઈ માર્ગો સુધી વિરોધ પ્રદર્શન કર્યાં હતા. સોનિયા, પ્રિયંકા અને રાહુલ ગાંધીએ કૉંગ્રેસી સાંસદો સાથે કાળા કપડાં પહેરી ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો.
PM મોદીએ કહ્યું, મફતમાં રેવડીઓ વહેચવાનું કલ્ચર હવે બંધ થવું જોઈએ
નરેન્દ્ર મોદીએ રાજકારણમાં મફતમાં તમામ સુવિધા આપવાને લગતા કલ્ચર અંગે કહ્યું કે જો રાજકારણમાં સ્વાર્થનું તત્વ હશે તો કોઈપણ આવીને પેટ્રોલ-ડીઝલને પણ મફતમાં આપવાની જાહેરાત કરી શકે છે. આ પ્રકારના પગલાં આપણા બાળકોને તેમનો હક છીનવી લેશે, દેશને આત્મનિર્ભર કરવાથી અટકાવશે. આ પ્રકારની સ્વાર્થથી ભરેલી નીતિઓથી દેશના ઈમાનદાર કરદાતાઓ ઉપર બોજ વધશે.
તેમણે કહ્યું કે રાજકારણમાં સ્વાર્થ માટે આ પ્રકારની જાહેરાત કરનારા ક્યારેય નવી ટેકનોલોજી પાછળ રોકાણ કરશે નહીં. તેઓ ખેડૂતોને ખોટા વચન આપશે, પણ ખેડૂતોની આવક વધારવા માટે ઈથેનોલ જેવા પ્લાન્ટ ક્યારેય નહીં લગાવી શકે.
રાજકારણમાં શોર્ટ-કટથી નહીં મળે કોઈ ઉકેલઃ PM મોદી
PM મોદીએ કહ્યું કે શૉર્ટ-કટ અપનાવવાથી શોર્ટ-સર્કિટ ચોક્કસ થાય છે. શૉર્ટ-કટ ઉપર ચાલવાને બદલે અમારી સરકાર સમસ્યાના કાયમી ઉકેલ માટે આગળ વધી રહી છે. પરાલીને લગતી સમસ્યા અંગે વર્ષો સુધી ઘણુબધુ કહેવામાં આવ્યું, પણ શૉટ-કટવાળાઓ આ અંગે કોઈ ઉકેલ મેળવી શક્યા નહીં.
PM કાળા કપડાંનો બિનજરૂરી મુદ્દો બનાવી રહ્યા છેઃ કોંગ્રેસ
કૉંગ્રેસે પણ PM મોદીના એ આરોપોનો તાત્કાલિજ જવાબ આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું કે-તેઓ કાળુ ધન લાવવા માટે કંઈ કરી શક્યા નથી, હવે કાળા કપડાં અંગે બિનજરૂરી મુદ્દો બનાવી રહ્યા છે.


.png)