IPLની કમાણી પર ટેક્સ નાખશો તો ગરબા પર ટેક્સ નહી નાખવો પડે':ઈસુદાન

0
ગુજરાતમાં ગરબા પર ટેક્સ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગરબા પર રાજનીતિ કરનારાઓ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બધુ પતી ગયુ તો હવે વિપક્ષે ગરબા પકડ્યા છે. અગાઉ પ્રતિ ટિકિટનો ભાવ 500 હોય તો 15 ટકા વેટ હતો. સંઘવીના નિવેદન પર આપ નેતા ઈસુદાન ગઢવીએ પ્રહાર કરતા કહ્યું કે ગરબા પર ટેક્સ મુદ્દે ગૃહરાજ્યમંત્રીએ જનતાની માફી માગવી જોઈએ અને IPLની કમાણીમાં ટેક્સ નાખશો તો ગરબા પર ટેક્સ નહી નાખવો પડે.




આ વિશે જણાવી દઈએ કે, હાલમાં ગરબા પર GST મુદ્દાને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ગરબા પર રાજનીતિ કરનારાઓ સામે હર્ષ સંઘવીએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બધું પતી ગયું તો વિપક્ષે ગુજરાતના ગરબા પકડી લીધા છે. પ્રતિ ટિકિટનો ભાવ 500 હોય તો પહેલા 15 ટકા વેટ તો હતો. તેના પર ઈસુદાન ગઢવીએ સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરી જવાબ આપ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top