રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન, પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

0
રાજ્યભરમાં આજે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને જીએસટીના મામલે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે કોંગ્રેસ દ્વારા સુરત, અમદાવાદ, જામનગર, પાટણ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ, ગેસ સહીત ની આવશ્યક ચીઝ વસ્તુના ભાવમાં અસહ્ય વધારો, બેરોજગારી વગેરે બાબતોને લઇને માધ્યમ અને ગરીબ પરિવારોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે.




ત્યારે આજરોજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગોકુલ નગર જકાતનાકા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યારે વિરોધ પ્રદર્શન કરતા શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ પાટણ જિલ્લા કોગ્રેસ દ્વારા નવજીવન ચાર રસ્તા પાસે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રતીક ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં મોંઘવારી, બેરોજગારી મામલે કોગ્રેસ ના કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

જ્યારે સુરતના માંડવીમાં મોંઘવારીને લઈ કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે હળવું ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ દ્વારા ગેસના સિલિન્ડરની ઠાઠડી કાઢતા ઘર્ષણ સર્જાયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top