આજથી એશિયા કપનો પ્રારંભ, છ દેશ વચ્ચે ચેમ્પિયન બનવા જંગ, જાણો દરેક દેશની ટીમ

News 16
0
એશિયા કપની 15મી આવૃત્તિનો આજથી આરંભ થશે. કુલ 16 દિવસ ચાલનારી એશિયા કપ ટી-20માં 13 મુકાબલના અંતે એક વિજેતા મળશે. ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તમામ મેચ સાજે 7.30 કલાકથી શરૂ થશે. એશિયા કપમાં ભાગ લઈ રહેલી છ માંથી પાંચ ટીમો ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડકપમાં ભાગ લેશે.



ભારત સાત વખત ચેમ્પિયનઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે એશિયા કપમાં 13 વખત ભાગ લીધો છે અને સાત વખત વિજેતા બન્યું છે. આ વખતે ભારત ટાઈટલ જીતવો હોટ ફેવરિટ મનાય છે.

ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રવિ બિશ્નોઈ, અર્શદીપ, અશ્વિન, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર.

પાકિસ્તાનઃ પાકિસ્તાને એશિયાકપમાં 13 વખત ભાગ લીધો છે અને બે વખત વિજેતા બન્યું છે. 2016માં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ ગયું હતું.


ટીમઃ બાબર આઝમ, શદાબ ખાન, આસિફ, ઝમાન, હૈદર અલી, રઉફ. ઈફ્તિખાર, ખુશદીલ, હસ્નાન, નવાઝ, રિઝવાન, વસીમ, નસીમ, દાહાની, ઉસ્માન કાદીર

શ્રીલંકાઃ શ્રીલંકા પાંચ વખત એશિયા કપ જીત્યું છે. 2016માં સ્ટેજ ગ્રુપમાં બહાર ફેંકાયું હતું. આ વખતે ટીમ થોડી નબળી છે.

ટીમઃ શનાકા, ગુણાથિલાકા, નિસાંકા, કુલસ મેંડિસ, અસાલાન્ક, રાજપક્ષા, ધનંજયા, હસારંગા, તિક્ષ્ણા, વાન્ડેરસ, જયાવિક્રમા, ચામીરા કરૂણારત્ને, ડી.મંદુશકા, પથિરાના, એન.ફર્નાન્ડો, ચાંદીમલ


બાંગ્લાદેશઃ બાંગ્લાદેશ અત્યાર સુધીમાં એક પણ વખત વિજેતા બની શક્યું નથી. ત્રણ વખત રનર્સ અપ રહ્યું છે. શાકિબની કેપ્ટનશિપમાં આ વખતે ચમત્કાર કરી શકે છે.

ટીમઃ શાકિબ અલ હસન (કેપ્ટન), આફિક હૌસેન. અનામુલ હત, ઈબાદત, મહેંદી હસન,, મહમુદ્લ્લાહ, મિરાઝ, નઈમ, સૈફુદિન, મૌસાદ્દક, રહીમ ,રહમાન, નાસુમ, પરવેઝ, શબ્બીર, તસ્કીન

અફઘાનિસ્તાનઃ અફઘાનિસ્તાન એશિયા કપ ટી-20માં પ્રથમ વખત ભાગ લઈ રહ્યું છે. મોહમ્મદ નાબીની કેપ્ટનશિપમાં આ વખતે ચમત્કાર સર્જી શકે છે. રાશિદ ખાન વર્લ્ડ કલાસ બોલિંગથી પાસું પલટી શકે છે.

મોહમ્મદ નાબી (કેપ્ટન), એન ઝદરન. એ.ઝાઝાઈ, ઓમરઝાઈ, ફરીદ, ફારૂકી, શાહિદી, એચ.ઝાઝાઈ, આઈ.ઝદરન, જનત, મુજીબ, નાવીન, નૂર અહમદ, ગુરબાઝ, રાશિદ, શિનવારી

હોંગકોંગઃ હોંગકોંગ એશિયાકપ ટી-20માં પ્રથમ વખત ક્વોલિફાય થયું છે. આ ટીમમાં મૂળ ગુજરાતી કિંચિત શાહ અને આયુષ શુક્લાનો પણ સમાવેશ થયો છે. ટીમમાં મોટાભાગે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ મૂળના ખેલાડીઓ છે.

ટીમઃ નિઝાકત (કેપ્ટન), આફતાબ, ઐઝાઝ ખાન, અતીફ ઈકબાલ, હાયત, ધનંજય રાવ, અહેસાન, હારૂન, મેક્કેરની, ધઝાનફાર, વાહિત, કિંચિત શાહ, આયુષ શુક્લા, અહાન ત્રિવેદી, વાજીદ, મુર્તુઝા, ઝીશાન અલી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top