લાલપુર બાયપાસ ચોકડી નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સગર્ભા અને તેના બાળકને બાઈકે અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 વર્ષના બાળક અને ગર્ભમાં રહેલ બાળકનું મોત નીપજ્યું છે. એક સાથે બબ્બે સંતાનોના મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું.
Dwarka : બંધ પડેલી કાર સાથે બીજી કારનો થયો અકસ્માત, બેના મોત
દ્વારકાઃ ઓખા મઢી નજીક ભીમરાણા પાસે કાર અકસ્માતમાં બેના મોત થયા છે. પોરબંદર તરફથી આવતી કારે બંધ પડેલ કારને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક રાહદારી સહિત બેનાં મોત નીપજ્યા છે. બંને મૃતદેહો દ્વારકા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત
દાહોદ લીમડી હાઇવે પર રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માતમા એકનું મોત થયું છે. જ્યારે 3 ઘાયલ થયા છે. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઝાલોદ તરફથી દાહોદ તરફ આવી રહેલા બાઇક ચાલકનું રિક્ષા સાથે અકસ્માત. છાપરી નજીક જમનાદાસ ફેક્ટરી સામે અકસ્માતની ઘટના બની. રીક્ષા ચાલક સહિત બેઠેલા 3 લોકો ઘાયલને સારવાર માટે ખસેડાયા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી. મૃતદેહ ને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાઈ.


.png)