સોનગઢ નજીક પસાર થતાં નેશનલ હાઇવે ના ઓવરબ્રિજ પર તાપી એલસીબી પોલીસે બાતમી ના આધારે એક ટેમ્પો અટકાવી તપાસ કરતાં શાકભાજી ની આડ માં મહારાષ્ટ્ર થી વિદેશી દારૂ નો જથ્થો ભરી સુરત જતો ચાલક અને ક્લિનર ઝડપાઇ ગયા હતાં.

આ અંગે મળેલી વિગત પ્રમાણે તાપી જિલ્લા એલસીબી નો સ્ટાફ સોમવારે સોનગઢ તરફ પેટ્રોલિંગ માં હતો ત્યારે બાતમી મળી હતી કે નવાપુર તરફ થી આવતો એક ટાટા ACE ટેમ્પો માં કોળા ભર્યા છે અને તેની નીચે વિદેશી દારૂ ભરવામાં આવ્યો છે.આ આધારે પોલીસ સ્ટાફે સોનગઢ નજીક હાઇવે ના ઓવરબ્રિજ પર વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબ નો ટાટા ટેમ્પો નંબર MH-14-FT-1775 નજરે પડતાં તેને અટકાવવામાં આવ્યો હતો અને તપાસ કરતાં ટેમ્પો માં ભરવા માં આવેલ કોળાની નીચે થી પાસ પરમિટ વિના ભરવામાં આવેલ વિદેશી દારૂ ની કુલ 528 બોટલ કે જેની કિંમત રૂપિયા 52,800 થાય છે એ મળી આવી હતી.
આ અંગે ટેમ્પો ચાલક શકીલ નબી હલવાઈ રહેવાસી હોળનાન્યા તા.સિરપુર મહારાષ્ટ્ર અને ક્લિનર પ્રણવ રાજેન્દ્ર રાજપૂત રહે.બોરખેડા તા.સિરપુર ની પૂછપરછ કરવામાં આવતાં આ દારૂ સિરપુર ખાતે રહેતાં ભૂરાભાઈ મોરે અને વિજય મોરે એ ભરાવ્યો હતો અને સુરત ખાતે જયેશ નામના ઈસમ ને ત્યાં ખાલી કરવા નો હતો.આ બનાવમાં પોલીસે રૂપિયા 52,800 નો વિદેશી દારૂ,1,50,000 ની કિંમત નો ટેમ્પો,1000 રૂપિયા ની કિંમત ના કોળા અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા 2,08,500 નો મુદ્દામાલ સીઝ કરી બે ની અટક કરી હતી જ્યારે ત્રણ ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

.png)