વાલોડ તાલુકામાંથી પસાર થતો સુરત ધુલિયા રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે યુવકને અડફેટમાં લેતા મોત નીપજયુ હોવાની ઘટના બની હતી. આખરે તપાસ કરતા મરણ જનાર બારડોલીનાં હોવાનું માલુમ પડ્યું
તા. 19 ના મોડી રાતે આશરે સમય 21:45 થી 22 15 સુધીના સમય દરમિયાન વાલોડ તાલુકાના બાજુપુરા ગામની સીમમાંથી પસાર થતો સુરત ધુલિયા નેશનલ હાઈવે નંબર 53 ઉપર એક અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી, જેમાં બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો વ્યારા થી સુરત તરફ જતા હાઇવે રોડ ઉપર મીંઢોળા નદીના બ્રીજ પાસે કોઈક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુર ઝડપમાં અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તે ચાલતો એક અજાણ્યો પુરૂષ ઇસમને અડફેટમાં લઇ ટક્કર મારી માથાના ભાગે તથા શરીરે ગંભીર પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી, અજાણ્યો વાહન ચાલક પોતાનું કબ્જાનું વાહન લઇ નાસી જઇ ગુનો કરેલ છે,
આ કામે મરણ જનાર અજાણ્યો પુરૂષ ઇસમ જેની ઉ.વ. આશરે 40 થી 45 જેનું નામ-સરનામું જણાઇ આવેલ નહિ, મરણ જનાર ઇસમ શરીરે મધ્યમ બાંધાનો, રંગે ઘઉ વર્ણનો, જેણે શરીરે બ્રાઉન કલરનું લાંબી બાયનું ટી શર્ટ તથા લીલા કલરનું હાફ ટ્રેક પેન્ટ પહેરેલ હતુ, અકસ્માતમાં મરણ જનાર અજાણ્યા પુરૂષ ઇસમના વાલી વારસની તથા અજાણ્યા વાહન ચાલકની તપાસ ચાલુ કરવામાં આવી જે બારડોલીનો હોવાની ઓળખ થઈ હતી. ખેમચંદ મોતીલાલ એસવાણી (હાલ રહે મહાવીર શાક માર્કેટ, શેઠ ફલીયું, બારડોલી)નાઓ હોવાની માહિતી સાંપડી હતી, અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



.png)