ભારતનું ગોલ્ડ જીતવાનું સપનું તુટ્યું, ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ આપી માત, સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

News 16
0
બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સની મેન્સ હોકી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8-0થી હરાવ્યું હતું. આ હાર સાથે ભારતીય હોકી ટીમને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.


પ્રથમ ક્વાર્ટરમાં નવમી મિનિટે, બ્લેક ગોવર્સએ પેનલ્ટી કોર્નરથી ડ્રેગ-ફ્લિક સાથે ગોલ કર્યો હતો. ત્યાર પછી 14મી મિનિટે નાથન ઈફ્રોમ્સે ફિલ્ડ ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 2-0ની લીડ અપાવી હતી. આ પછી બીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાની લીડ 5-0 થઈ ગઈ. અહીંથી ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની જીત નિશ્ચિત કરી લીધી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી.



ભારતના ખેલાડીઓ એક પણ ગોલ ના કરી શક્યાઃ

ત્રીજા ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયાએ વધુ એક ગોલ કર્યો હતો. આ સાથે તેની લીડ વધીને 6-0 થઈ ગઈ. ચોથા ક્વાર્ટરની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાએ વધુ એક ગોલ કર્યો હતો. આમ ઓસ્ટ્રેલિયાના પ્લેયર્સે શાનદાર પ્રદર્શન કરતાં 8 ગોલ દાગી દીધા હતા. આ દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓ ગોલ કરવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા અને તેમને એક પણ ગોલ કરવામાં સફળતા નહોતી મળી. આ સાથે ભારતે ફાઈનલ મેચ હારી હતી અને સિલ્વર મેડલ જીત્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top