રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માંગ કરવામાં આવી છે. વડોદરામાં જાહેર કાર્યક્રમમાં કોગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ આ માંગ કરી હતી. સોલંકીએ માંગ કરી હતી કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવે.
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે અશોક ગેહલોત કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બને. લોકસભાની ચૂંટણી કોગ્રેસ ગેહલોતની આગેવાનીમાં લડે. સોલંકીએ કહ્યું કે ગેહલોત કોગ્રેસને જીતાડીને રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવે. નોંધનીય છે કે આગામી ડિસેમ્બર મહિનામાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી યોજાવાની છે.
.png)


.png)