તાપી : છેવાડાનો જિલ્લો છે પણ તમામ કામગીરીમાં અગ્રેસર

0

 


તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાટર ખાતે 76માં સ્વતંત્રતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.આઝાદીના અમૃત મહોત્સવ અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પ્રભારીમંત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 13થી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા’’ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં સમગ્ર તાપીમાં અંદાજિત 332357 સ્થળોએ રાષ્ટ્રધ્વજ લગાવામાં આવ્યા. સમગ્ર દેશ સહિત તાપી જિલ્લો દેશ ભક્તિના રંગમાં રંગાયો છે.


તેમણે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાપી જિલ્લાની મુલાકાત કરી અંદાજિત 28.69 કરોડના ખર્ચે નિર્માણાધિન તમામ સુવિધા સંપન્ન આધુનીક રમત ગમત સંકુલ તાપી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના રમતગમતના ખેલાડીઓ માટે સ્પોર્ટસમાં કારકીર્દી બનાવવા પાયારૂપ ભૂમિકા અદા કરશે એમ દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતોઆ પ્રસંગે રાજ્ય સરકાર તરફથી તાપી જિલ્લામાં વિકાસના કામો માટે રૂપિયા 25 લાખનો ચેક જિલ્લા વહિવટી તંત્રને અર્પણ કરાયો હતો

.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા, જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી કાપડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, વન સંરક્ષક અધિકારી આનંદકુમાર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જાહેરજનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમમાં પોલીસ જવાન અને ડોગ હેન્ડલર મહેન્દ્રભાઇ પટેલે પોલીસ ડોગ પિન્કી-ડોબરમેન પાસે વિવિધ કરતબો કરાવ્યા હતા. આ ડોગ હેન્ડલર પરેડ મહાનુભાવો સહિત નાગરિકો અને બાળકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top