સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કાંટી, કાલધર, આમથવા, ઘનમૉલી, રાસમાટી, સીનોદ, ઓટા ગામો ટેકનોલોજીના યુગમાં પણ નેટવર્કની સુવિધાઓથી વંચિત રહેતાં તાપી કલેક્ટરને ગામના યુવાનો અને નિઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીત દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
કલેક્ટરને ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી
ગત દિવસોમાં સોનગઢ તાલુકામાં છેવાડે આવેલા વિસ્તારમાં મોબાઈલ નેટવર્કને લઈને ગામના યુવાનો દ્વારા તાપી કલેક્ટરને ત્રણ વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેની ગંભીરતા પારખી અગાઉ કલેક્ટરે કાંટી ગામની મુલાકાત લીધી હતી. છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, માત્ર આશ્વાસન આપવામાં આવતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગામના યુવાનો સાથે મતવિસ્તારના ધારાસભ્ય દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યાં છે. જો નેટવર્કની સુવિધાઓ ઉપલબ્ધ નહિ કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીને વધુ અસર થવાની શક્યતા વર્તાઈ રહી છે.


.png)