વ્યારાના પનીયારી ગામના માર્ગે બાઈક સ્લીપ થઇ જતાં ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં કિશોરના મોતના આશરે દોઢેક મહિના બાદ તેના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવ્યો
વ્યારાના પનીયારી ગામના નીચલા ફળીયામાં આવેલા મેદાન પાસે રોડ ઉપર ગત તારીખ તા. 23/05/2022ના રોજ કિષ્ના ભરતભાઇ ગામીત (ઉ.વ.16) પોતાના કબ્જાની હિરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ બાઈક રજી નંબર GJ-26-AD-1316ને ડ્રાઇવીંગ લાયસન્સ વગર હંકારી લઇ જતો હતો. તે દરમિયાન પનિયારી ગામે નીચલા ફળીયામાં આવેલા મેદાન પાસે રોડ ઉપર પોતાના કબ્જાની બાઇક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવી દેતાં બાઈક સ્લીપ ખાઇ જતા નીચે પડી ગયો હતો. જેથી કિષ્ના ગામીતના માથામાં ડાબી બાજુ તથા પેટની ડાબી તરફ તથા ડાબા હાથે ઓછી વત્તી ઇજાઓ થતા સારવાર માટે જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે લઇ જતાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે સુરત નવી સીવીલ હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આાવ્યો હતો. જો કે સારવાર દરમ્યાન તા. 16/06/2022ના રોજ કિષ્ના ભરતભાઇ ગામીતનું મોત નિપજ્યું હતું. જેથી બનાવ અંગે ભરતભાઇ કીકાભાઇ ગામીતની ફરિયાદના આધારે વ્યારા પોલીસે બનાવ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



.png)