તાપી જીલ્લાના વ્યારા તાલુકાનાં પાનવાડી-મગરકૂઈ થી કપુરા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં.
વ્યારા તાલુકાના પાનવાડી ગામથી ઉનાઇ તરફ જતા રસ્તા ઉપર આવેલ પાનવાડી-મગરકુઇ-કપુરા ગામ સુધી ચોમાસુ આવતા જ રસ્તાની હાલત બિસ્માર બની જતી હોય છે. આ રસ્તા પર થઇ સારા એવાં પ્રમાણમાં વાહનોની સતત અવરજવર જોવા મળે છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતાં જેથી ઘણે ઠેકાણે ખાડામાંથી રોડ શોધવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી. કેટલાક સમયથી આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી જવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
વ્યારાથી પાનવાડી- મગરકૂઈ-કપુરા સુધીનો સ્ટેટ હાઇવે રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીથી પ્રસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. સરકાર દ્વારા રોડ,રસ્તા સ્ટેટ હાઇવે રીપેર કરવા વર્ષે દહાડે લખો રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે,જોકે તે ગ્રાન્ટનો ઉપયોગ કાગળિયા પર બતાવી દેતાં હોવાનું ફલિત થઈ રહ્યું છે,અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર ચોમાસાની સિઝનમાં આ રોડ બદતર હાલતમાં જોવાં મળે છે. આટલી હદે રસ્તાઓની બિસ્માર હાલત હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું. નઘરોળ તંત્રના અધિકારીઓ સામે વહાનચલકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

.jpeg)


.png)