તાપી જિલ્લામાં વિવિધ પડતર માગ મુદ્દે 29મી ઓગષ્ટથી વનકર્મીઓની હડતાળ

0
તાપી જિલ્લામાં વનરક્ષક વર્ગ 3ના કર્મચારીઓ 2800 ગ્રેડ-પે અને રજાનો પગાર આપવા સહિતની વિવિધ પડતર માગો સાથે 29મી ઓગસ્ટથી હડતાળ પર ઉતરશે. આ અંગેનું આવેદન તાપી જિલ્લાનાં કર્મચારીઓએ અધિક મુખ્ય સચિવને, વન અને પર્યાવરણ વિભાગ, નાયબ વન સંરક્ષક, તાપી મારફતે આવેદન આપ્યું હતું.




વન રક્ષક કર્મચારી મંડળે અગાઉ કેબિનેટ વનમંત્રીને રજૂઆત કરી હતી પણ માંગણીઓ નહીં સંતોષાતા હવે ચૂંટણી ટાંણે આંદોલન કરશે. જો વનરક્ષકો ફિલ્ડની કામગીરી છોડી આંદોલનમાં જોડાશે તો વન્ય જીવો અને વન્ય સંપદાને મોટુ નુકસાન થવાની ભીતિ પણ રહેલી છે તેમજ અભ્યારણ્યોને પણ મોટો ફટકો પડશે, તેમાં કોઇ શંકાનું સ્થાન નથી.

વન રક્ષક મંડળની માગ છે કે તેમને 2800 ગ્રેડ-પે આપવો, જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજોનો રજા પગાર આપવો, ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરવો, સમયસર ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવા, સમયસર ખાતાકીય પરીક્ષાઓ યોજવી અને બઢતી આપવા સહિતની 14 માંગણીઓ મુદ્દે હડતાળ પર જશે.

જિલ્લામાં વનવિભાગની કચેરીઓમાં ફરજ બજાવતા વનપાલ તેમજ વનરક્ષકો પણ હડતાળમાં જોડાવાના હોય મદદનીશ વન સંરક્ષક ક્ષેત્રીય પેટા વનવિભાગની કચેરીની રેન્જમાં ફરજ બજાવતા કર્મચારીઓએ આવેદન પાઠવી જાણ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top