વ્યારા-ઘાટા-માંડવી રસ્તા પર વાહનોની સતત અવરજવર જોવા મળે છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. જેથી ઘણે ઠેકાણે ખાડામાંથી રોડ શોધવું પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. વ્યારા થી માંડવી જોડતો માર્ગ અનેક જગ્યા પર વરસાદના લીધે અમુક ગ્રામ્ય વિસ્તારમાં મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. વ્યારાના આજુબાજુ ના ગામો કટાસવાણ, ડુંગરગામ,ભાનાવાડી, કાટીસકૂવાદુર, ઘાટા અને રતનીયા ના લોકો અવરજવર વ્યારા ખાતે બજાર ખરીદી કરવા, શાકભાજી વેચાણ,નોકરિયાત, શાળા-કોલેજ ના વિધાર્થીઓ રસ્તાનો ઉપયોગ કરતા હોય છે. અને આ રસ્તો ગ્રામ્ય જોડે જોડતા હોવાથી મોટા ભાગે એ રસ્તાનો ઉપયોગ અવરજવર કરતા હોવાથી વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે. આ રસ્તા પર ખાડાને લીધે કોઈ ગંભીર અકાસ્માત ન બને તે માટે તંત્ર યોગ્ય નિર્ણય લઇને રસ્તા પર પડેલા ખાડાનું પુરાણ કરે એવી લોકો માંગ ઉઠી છે.

.jpeg)


.png)