Arvind Kejriwal : 10 લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલની ગેરેન્ટી સામે વિવાદ, જાણો ભાજપે શું ઉઠાવ્યાં સવાલ

News 16
0
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી પણ વિધાનસભા ચૂંટણી લડશે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, એવામાં આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જનસભાઓ કરીને ગેરેન્ટી આપવા લાગ્યા છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલે જનસભામાં 10 લાખ સરકારી નોકરીની ગેરેન્ટી આપી છે, જે મામલે વિવાદ થયૉ છે.





સરકારી નોકરીની જગ્યા 5.60 લાખ, સામે 10 લાખ નોકરીની ‘રેવડી’
ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી અંગેની અરવિંદ કેજરીવાલની ગેરેન્ટી સામે ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ભાજપના મીડિયા સેલના રાષ્ટ્રીય ઇન્ચાર્જ અમિત માલવિયાએ આ નાગે ટ્વીટ કર્યું છે. ટ્વીટમાં તેમણે લખ્યું છે -
“રાજ્યમાં સરકારી રોજગારી 5.6 લાખ હોવાની સામે અરવીંદ કેજરીવાલની કટ પેસ્ટ મોડલ,
આજે કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું.
આઝાદી પછી ગુજરાતમાં કુલ 5.6 લાખ સરકારી નોકરીઓ છે.
વાહિયાતતા એ હકીકતમાં સ્પષ્ટ છે કે તેણે 5 વર્ષમાં સંખ્યા બમણી કરવાનું વચન આપ્યું છે.
તે જ્યાં જાય ત્યાં 10 લાખ નોકરીઓ ઓફર કરવાનું આ કટ પેસ્ટ મોડલ છે!”

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top