સુરતની સ્કૂલમાં વિદ્યાર્થીને નગ્ન કરી જાતિય સતામણી કરનાર પ્રિન્સિપાલની ધરપકડ, ગુનો નોંધાયા પહેલાં જ ફરાર થઈ ગયો હતો,

News 16
0
સુરતમાં પુણા ગામની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતીય સતામણી કરવાના મામલે પુણા પોલીસે પ્રિન્સિપાલને શનિવારે મોડીરાતે પકડી પાડ્યો છે. પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસ સુરતમાં કોઈને મળવા માટે આવ્યો હતો. આ અંગેની બાતમી પુણા પોલીસને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી ઘર પાસેથી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને પોલીસે પકડી પાડી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી આચાર્યની પત્ની પણ ટીચર છે.





ગુનો દાખલ થયો તેના બે દિવસ પહેલા ભાગી ગયો હતો
પુણાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે વર્ષ 2018માં જાતીય સતામણી કરી હતી. શાળાનો આચાર્ય નિશાંત વ્યાસે પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો. પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો ફોન શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો. પ્રિન્સિપાલની સાથે 5 થી 7 વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરી કેબિનમાં દોડાવતા હતા. વિદ્યાર્થીના કપડા પણ સંતાડી દેવાયા હતા. અગાઉ આરોપી સામે ગુનો દાખલ થયો તેના બે દિવસ પહેલા તે ઘરેથી ભાગી ગયો હતો.





પોલીસે જે રૂમમાં બનાવ બન્યો તેની પણ તપાસ કરી પુરાવા એકત્ર કર્યા
આરોપી નિશાંત વ્યાસ સુમુલ ડેરી રોડ પર આવેલા નિલકંઠેશ્વર સોસાયટીમાં રહે છે અને તેની પત્ની પણ ટીચર છે. પોલીસે જે રૂમમાં બનાવ બન્યો તેની પણ તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. પુણા પોલીસે નિશાંતને તેના ઘર બહારથી પકડી પાડ્યો હતો.

પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો
આરોપી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. પુણા પોલીસમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ(રહે,નિલકંઠશ્વેર સોસા,સુમુલ ડેરી રોડ) સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો હતા. ગુનો દાખલ થયાના બે દિવસ પહેલાં જ પ્રિન્સિપાલ નિશાંતકુમાર ઘરેથી ભાગી ગયો હતો.

આચાર્યના કહેવાથી 6થી 7 વિદ્યાર્થીઓએ વીડિયો બનાવ્યો
પુણામાં રહેતા 14 વર્ષના વિદ્યાર્થી જેને પ્રિન્સીપાલે નગ્ન કર્યો હતો તેની પૂછપરછ કરી હતી. જેમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે વીડિયો 3થી 4 વર્ષ જૂનો છે. તે વખતે પ્રિન્સિપાલ નિશાંતના કહેવાથી 6થી 7 વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો હતો.




બે વીડિયોમાં પ્રિન્સિપાલ પણ દેખાય છે
એક વીડિયો 54 સેકન્ડ અને બીજો એક 2.12 મિનિટનો છે. એક વીડિયોમાં સ્ટાફ રૂમ જેવા ખંડમાં બાળકને સંપૂર્ણ નગ્ન કરી તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કરાય છે. આ દ્રશ્યમાં યુનિફોર્મ પહેરેલા બાળક સહિત અન્યોના ચહેરા દેખાઇ આવે છે. પ્રિન્સિપાલ પણ દેખાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top