ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી કારમી હાર આપી:સ્મૃતિ મંધાનાએ 63 રનની ધમાકેદાર ઈનિંગ રમી, 12 ઓવરમાં જ ટાર્ગેટ પાર પાડ્યો

News 16
0
કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે વિમેન્સ ટી-20 ક્રિકેટમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટથી કારમી હાર આપી છે. પહેલાં બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 99 રન જ બનાવી શકી. ભારત માટે સૌથી વધુ 2-2 વિકેટ સ્નેહ રાણા અને રાધા યાદવે લીધી. તો પાકિસ્તાનની ટીમના 3 બેટ્સમેન રનઆઉટ થયા. જવાબમાં ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવીને 11.4 ઓવરમાં જ ટાર્ગેટ મેળવી લીધો. સ્મૃતિ મંધાનાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 42 બોલમાં 63 રન ફટાકાર્યા. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 3 છગ્ગા નીકળ્યા. જેમિમા રોડ્રિગ્ઝે બે રન કર્યા





શેફાલી વર્માએ 9 બોલમાં 16 રન અને એસ મેઘનાએ 16 બોલમાં 14 રન કર્યા. પાકિસ્તાન તરફથી તુબા હસન અને ઓમેમા સોહેલે 1-1 વિકેટ લીધી. ભારતની હવે પછીની મેચ બારબાડોસ સાથે 3 ઓગસ્ટે છે.


પાકિસ્તાનનો ટોપ ઓર્ડર ફ્લોપ
બીજી જ ઓવરમાં પાકિસ્તાનને પહેલો ઝાટકો લાગ્યો અને ઈરામ જાવેદ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફરી. તેમને મેઘના સિંહે આઉટ કરી. જે બાદ 9મી ઓવરમાં સ્નેહ રાણાએ પાકિસ્તાનને 2 ઝાટકા આપ્યા. પહેલાં તેમને કેપ્ટન બિસ્માહ મારુફને 17 રને આઉટ કરી. જે બાદ સેટ થઈ ગયેલી મુનીબ રાણાને 32 રને પોતાનો શિકાર બનાવી.

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત હારની સાથે થઈ હતી. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લી 4 ટી-20 મેચમાં ભારતીય ટીમ અજેય રહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top